Trending News
સ્થાનિક સમાચાર

રવિવારે ભુજમાં સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સીઝન-૪નો પ્રારંભ થશે 

30 April



ભુજ - કચ્છઉદય : કચ્છ લોકસભા વિસ્તારના રમતપ્રેમી યુવાઓમાં ખુબ લોકપ્રિય સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો રવિવારથી પ્રારંભ થશે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૩/૫, રવિવારના રોજ સાંજે ૬ કલાકે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સીઝન-૪નું ભવ્ય ઉદ્ઘાટન થશે. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ-કચ્છના સૌજન્યથી આયોજિત આ ઓપન ડે-નાઈટ ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે કચ્છ લોકસભા વિસ્તારની જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રમતગમત પ્રત્યે રુચિ વધારવા અને સ્થાનિક કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે યોજાનારી આ સીઝન-૪ને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
------ 

Comments

COMMENT / REPLY FROM