Trending News
સ્થાનિક સમાચાર

અખિલ કચ્છ ચાકી (સુમરા) જમાત કાર્યકારી પ્રમુખની કરાઈ વરણી

30 April




અખીલ કચ્છ ચાકી સમાજની કારોબારી મીટીંગ યોજાઈ : સમૂહલગ્ન અને સમાજ સુધારણા અંગે ચર્ચા કરાઈ 

ભુજ - કચ્છઉદય : અખીલ કચ્છ ચાકી સમાજની કારોબારી મીટીંગ યોજાઈ હતી તેમાં હાજી આદમભાઇ બી.ચાકીના અધ્યક્ષાએ સવૅ નિમિત્તે હાજી રમજાનભાઇ અહેમદ કારાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઈ હતી. બાદ સમૂહલગ્ન અને સમાજ સુધારક ચર્ચાઓ થઈ હતી.
અખિલ કચ્છ ચાકી સુમરા જમાતના પ્રમુખ તરીકે હાજી આદમભાઈ ચાકીએ સમાજ માટે મોટું યોગદાન આપ્યું છે પરંતુ હાલ તેવો અનેક સામાજિક કામોમાં હાજર રહેનાર તેમજ હર એક સમાજને સાથે રાખી ચાલનાર એવા આગેવાને પોતાના અનેક સમાજલક્ષી કામો કચ્છની સર્વ હિન્દુ મુસ્લિમ માટે બનતી શીફા હોસ્પિટલ માટે રાત - દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે તેવો અખિલ કચ્છ ચાકી સમાજના હોદા પરથી તેઓ નિવૃતિ જાહેર કરી છે હવે તેમની જગ્યાએ હવે નવા કાર્યકારી પ્રમુખને નિમણૂક કરવા આવી હતી. જેમાં હાજી રમજાન આમદ કારા મુુંદરાવાળાની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં હાજી રમજાનએ સમાજ સાથે રહીને ખૂટતી કડીને પૂરી કરી અને સમાજ આગળ વધે તેવું કામ કરશે તેવું જણાવ્યું હતું. 
મિટિંગમાં અખિલ કચ્છ ચાકી સમાજના કારોબારી સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાજી રમજાનની નિમણૂક થતાં તેમણે અભિનંદન પાઠવ્યા હતા. હાજી રમજાનભાઈ તેઓ અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ તેમજ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે હવેથી આગામી સમયમાં સમાજ સાથે મળીને ચાકી સમાજ પ્રગતિ કરે એવા કામ માટે તત્પર રહેશે તેવું જણાવ્યું હતું.
આગામી થોડા મહિના બાદ એક સવે ચાકી સમાજની મિટિંગનો આયોજન કરવામાં આવશે અને તેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યની નવી નિમણૂક કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ચાકી હાજી આદમ બી - ભુજ, ચાકી હાજી રમજાનભાઈ - મુન્દ્રા, ચાકી હાજી દુલાભા - ભુજ, ચાકી કાસમભાઈ - કાંડાગરા, ચાકી યાસીનભાઈ - દુધઈ, ચાકી અબ્દુલ્લા - ભારાપર, ચાકી રોશનભાઈ - ભુજ, ચાકી અનવરભાઈ, ચાકી ઈસ્માઈલ - ભુજ, મોહમ્મદ હુસૈન-માંડવી, હાજી મામદ-વિગોડી, સલીમ ચાકી -કલ્યાણપર, યાસીન ચાકી-દુધઈ, અલીમામદ ચાકી-ખજાનચી, રજાક ચાકી-ભુજ, કાસમ ચાકી-કાંડાગરા, ઇસ્માઇલ ચાકી-કોટડા ચકાર, અનવર ચાકી-નખત્રાણા, અબ્દુલ ચાકી-વિરાણી, રજાક ચાકી-બારોઈ, અનવર ચાકી પ્રમુખ પશ્ચિમ કચ્છ, સરફરાઝ ચાકી-ભુજ, રોશન ચાકી-ભુજ, મહેબૂબભાઈ ચાકી-માંડવી, હાજી ધૂલાભાઈ ચાકી ભુજ  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM