Trending News
સ્થાનિક સમાચાર

કંડલા પોર્ટના રેડ્ડીને ‘ગદ્દાર’ની ભકિત મોંઘી પડી?  રેડ્ડીની બદલીથી એસઆરસીને પણ મળી મોટી રાહત

30 April



 ‘વાંદરો બધું ભૂલે પણ ગુલાંટ ન ભૂલે’ એ કહેવત મુજબ ગદ્દારની આ ચાલમાં તેના જ વિશ્વાસુનો ભોગ લેવાયો છે. ગાંધીધામ સંકુલ માટે આ બદલી એક મોટી રાહત સમાન વર્તારો : ગદ્વારની સાચી ખોટી અરજીઓ ડીપીએમાં પહોચતા જ રેડ્ડી મહાશય આવા ફળફળીયાને ગણતરીના સમયમાં જ એસઆરસી જેવી મહાનસંસ્થામાં માકેલી અને પુછાણા લઈ પજવણી જ કરતો હોવાની સર્જાતી હતી સ્થિતી : ગદ્વારને રાજી કરવા જે અવનવા પેંતરા થતા હતા તે હવે અટકશે : એસઆરસીમાં પણ થઈ મોટી ...હા...શ...!

આ બદલી એ તમામ અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન છે જેઓ જનસેવા કરવાના બદલે કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથના ‘એજન્ટ’ બનીને ફરે છે. 



ગાંધીધામઃ કંડલા પોર્ટ અને ગાંધીધામ સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી ‘ગદ્દાર’ તરીકે ઓળખાતા એક શખ્સની નકારાત્મક રાજનીતિ અને હલકટ વૃતી સદાય સંકુલમા ચર્ચાનુ આવરણ સર્જતી રહેતી હતી. ગદ્વાર ગાંધીધામ સંકુલના વિકાસનો દુશ્મન સમાન શખ્સ છે, તેનો એક પગ નર્કમાં પડયો છે અને એક સ્મશાનના ઉંબરે જઈ પહોચ્યો છે, છતા પણ પોતાની ભ્રષ્ટાચારની ગટર ગંદકી ખાવાની આદતો, શહેર-સંકુલના લોકોની સુખાકારીમાં હવનમાં હાડકા નાખવાની 
વૃતી તથા સારા કામોમાં સદાય રોડા નાખતા રહેવાની ટેવ તે ચુકયો જ ન હોય તેમ સંકુલની એસઆરસી જેવી મહાન સંસ્થામાંથી તે બેઆબરૂ થઈને શેરહોલ્ડર્સ દ્વારા બહાર ફેકાઈ ગયો, તેને તેનું સ્થાન દેખાડી દેવામા આવ્યુ હોવા છતા પણ જાતી જીંદગીએ આ ગદ્વાર સખણો ન મરવા માંગતો હોય તેમ કોઈને કોઈને હાથા બનાવી અને પોતાના મલિન ઈરાદાઓ પાર પાડતો રહેતો હતો. આ ગદ્વારની ઓળખ રહી છે કે તેણે જેનો પણ ઉપયોગ કર્યો અથવા તો તેને જે કોઈ મદદરૂપ થયા ગદ્વારની સાથે સુરમાં સુર મિલાવ્યા તેની અવળગતિ શરૂ થવા પામી જ જાય છે. ગદ્વારના પાપે તેના મદદગારોનું પણ આવી જ બનતુ રહેતુ હોવાનો પણ ભુતકાળ રહેલો છે અને એવા કેટલાય દાખલા છે કે, ગદ્વારે જેનો ઉપયોગ કર્ય્‌ હોય, ગદ્વાર પાછળ જેને જીંદગી આપી દીધી હોય, તેવા લોકોનો જ ગદ્વાર ભોગ લેવાડાવી લેતો હોય છે. હાલમાં જયારે ડીપીએ કંડલાના સીઈ રવિન્દ્ર રેડ્ડીનીબદલી થઈ છે ત્યારે પણ લોકો એ જ કહી રહ્યા છે કે, શ્રી રેડ્ડીને ગદ્વારની ભકિત કરવી મોંઘી પડી ગઈ છે. ગદ્વારના પાપે જ તેનો ભોગ લેવાઈ ગયો હોવાનુ ચર્ચાય છે. પાછલા અમુક સમયથી આ મહાશય રેડ્ડી ગદ્વારના એજન્ટ જ બનીને કામ કરતા હોય તેવી ચર્ચાઓ પણ જોર પકડયું હતુ. કહેવાય છે કે, આ ગદ્વારને રાજી કરવા માટે રેડ્ડી દ્વારા નીતનવા પેંતરાઓ અજમાવી અને એસઆરસી જેવી પ્રતિષ્ઠીત મહાનસંસ્થાને સતત પજવણીઓ કરવામાં આવતી રહેતી હતી. ગદ્વાર દ્વારા સાચી ખોટી કોઈ અરજી ડીપીએ પોર્ટમાં જાય એટલછે ગણતરીના સમયમાં જ આ રેડડી મહાશય ગદ્વારને ગલગલીયા-રાજી કરવા માટે એસઆરસીમાં તે અરજીઓ મોકલી અને તેના તર જ પુછાણા લઈ લેતા હતા. હવે ગદ્વારના ઈશારે કામ કરતા આ રેડ્ડીનીબદલી થઈ જવા પામતા એસઆરસી જેવી સંસ્થાને પણ આવી ખોટી પજવણીથી મોટી રાહત થવા પમાી જશે તેવુ જાણકારો માની રહ્યા છે. 
બીજીતરફ ગદ્વારે રેડ્ડીનો મોગ લઈ લીધો છે તેને ટાંકીને લોકો એમ પણ કહી રહ્યા છે કે , જેનો ખભો વાપરીને આ ગદ્દારે પ્રગતિ કરી, અંતે તેણે જ એ પગથિયાં કાપવાની 
પોતાની જૂની આદત મુજબ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. તાજેતરમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ના ચીફ એન્જિનિયર રવીન્દ્ર રેડ્ડીની થયેલી બદલી આ ગંદા ગદ્વારના મલિન ખેલ થકીનો જ એક ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, ગદ્દારની ભક્તિ રેડ્ડીને મોંઘી 
પડી??સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે કે રવીન્દ્ર રેડ્ડી લાંબા સમયથી આ કહેવાતા ગદ્દારના એજન્ટ તરીકે કાર્યરત હતા. એક પ્રતિષ્ઠિત હોદ્દા પર હોવા છતાં, ગદ્દારના ઈશારે નાચવું અને તેની ભક્તિ કરવી અંતે રેડ્ડીને જ ભારે 
પડી છે. જાણકારોનું કહેવું છે કે આ ગદ્દાર જેનો ઉપયોગ કરે છે, સમય આવ્યે તેના જ પત્તા 
કાપવામાં માહિર છે. રેડ્ડી પણ આ કુટનીતિનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ગદ્વારના ઈશારે અરજીઓ મોકલી એસઆરસી જેવી સંસ્થાને હેરાન-પરેશાન કરવાના કૃત્યો આ રેડ્ડીને નડી ગયા હોવાની ચર્ચા પણ થવા પામી રહી છે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંકુલની એક મહાન સંસ્થામાંથી હાંકી કઢાયા બાદ પણ પેલો ‘ગદ્દાર’ પોતાની આદત મુજબ 
પોર્ટમાં સીધી કે પરોક્ષ રીતે સાચી-ખોટી અરજીઓ કરતો રહેતો હતો. આ અરજીઓ જ્યારે પોર્ટમાં પહોંચતી, ત્યારે તેના ખાસ ગણાતા રવીન્દ્ર રેડ્ડી તરત જ સક્રિય થઈ જતા અને  સબંધિત મહાનસંસ્થામાં પોતાનો પ્રભાવ વાપરી જવાબદારોને ભીંસમાં લેતા હતા. અને હવે ગદ્વારની કરેલી આ ચાપલુસી ભરી ભકિત જ રેડ્ડીને ભારે પડી ગઈ હોવાનુ દર્શાય છે. આ ઉપરાંત, પણ પર વિવિધ અંગુલીનિર્દેશ થતા જ રહ્યા છે. ?સંકુલમાં થતા મોટાભાગના અક્રમણ અને દબાણોમાં આ રેડ્ડી મહાશયની છત્રછાયા હતી. દબાણકર્તાઓ પાસેથી હપ્તા ઉઘરાવી ભાગબટાઈ કરવાના કિસ્સાઓ પણ ચર્ચામાં છે. અગાઉ કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા જેમાં લોકો કબૂલતા હતા કે તેઓ રેડ્ડી સાહેબને ‘વહીવટ’ કરીને બેઠા છે. હવે આવા મહાશયની પોર્ટમાથી અન્યત્ર બદલી થઈ જતા સાચા કર્મચારીઓ, કર્મઠ અને પ્રમાણિક અધિકારીઓ સૌમાં એક મોટી રાહત થવા પામી છે. હવે ખોટા દબાણકારોને રેડ્ડી જેવુ છત્ર મળતુ અટકી ગયુ છે. ન માત્ર એસઆરસી જેવી મહાનસંસ્થાને બલકે  ગાંધીધામ સંકુલમાં એક મોટો હાશકારો પણ જોવાઈ રહ્યો છે.રવીન્દ્ર રેડ્ડીની વિદાયથી કંડલા પોર્ટના પ્રમાણિક અધિકારીઓ અને કર્મનિષ્ઠ કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે હવે હપ્તાખોરી અને દબાણોનું જે નેક્સસ ચાલતું હતું તેના પર બ્રેક વાગશે.


...........................

ચેરમેન શ્રી સુશીલકુમારની કામગીરીને વેગ મળશે

ગાંધીધામ : વર્તમાન ચેરમેન શ્રી સુશીલ કુમાર પોતાની કર્મનિષ્ઠ અને વિકાસશીલ છબી માટે જાણીતા છે. અત્યાર સુધી રેડ્ડી જેવા તત્વો પોતાના ગજવા ગરમ કરવા માટે પોર્ટના વિકાસમાં અવરોધરૂપ બનતા હતા. હવે આવા નડતરરૂપ અધિકારીની બદલી થતા, ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ પોર્ટના વિકાસકામો વધુ પારદર્શક અને ઝડપી બનશે તેવી આશા સેવાઈ રહી છે.


............................

ગદ્વારની આંબાઆંબલીઓ ભરી લાલચમાં આવતા અન્ય પ્રતિષ્ઠીત અધિકારીઓ ચેતે

ગાંધીધામ : કોઈપણ સંસ્થા કે સંકુલની પડતી ત્યારે શરૂ થાય છે જ્યારે ત્યાં વહીવટ કરતાં ‘વ્યક્તિગત ભક્તિ’ અને ‘સ્વાર્થના સમીકરણો’ મજબૂત બને છે. કંડલા પોર્ટ ના ચીફ એન્જિનિયર રવીન્દ્ર રેડ્ડીની તાજેતરની બદલી માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે ગાંધીધામ સંકુલમાં ચાલતા સત્તાના ખેલ, જૂથબંધી અને કથિત ભ્રષ્ટાચારના અંતની શરૂઆત હોવાનું જણાય છે.
ગદ્વાર માટે તો કહેવાય છે કે સત્તાની નિસરણી ચડવા માટે જે ખભાનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપર પહોંચ્યા પછી એ જ ખભાને કાપી નાખવા એ કેટલાક લોકોની પ્રકૃતિ હોય છે. સંકુલમાં જેમને ‘ગદ્દાર’ તરીકે સંબોધવામાં આવે છે, તેમની કાર્યશૈલી હંમેશા વિવાદાસ્પદ રહી છે. પોતાના અંગત સ્વાર્થ માટે તંત્રના અધિકારીઓનો ‘એજન્ટ’ તરીકે ઉપયોગ કરવો અને જ્યારે કામ નીકળી જાય અથવા જોખમ જણાય ત્યારે તેમને જ રસાતળમાં ધકેલી દેવા - આ દ્રશ્ય અત્યારે રવીન્દ્ર રેડ્ડીના કિસ્સામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક ઉચ્ચ અધિકારી જ્યારે કોઈ નકારાત્મક શક્તિના પ્રભાવમાં આવીને પોતાની નૈતિકતા ગીરે મૂકે છે, ત્યારે તેનું પરિણામ આવું જ પતન નોતરે છે. આ બદલી એ તમામ અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન છે જેઓ જનસેવા કરવાના બદલે કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથના ‘એજન્ટ’ બનીને ફરે છે. સત્તા કાયમી નથી, પરંતુ કરેલા કર્મો અને છબી કાયમી છે. આશા રાખીએ કે આ વહીવટી ફેરફાર બાદ કંડલા પોર્ટ અને સંકુલમાં દબાણમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત નવા યુગની શરૂઆત થશે.


..............................

સવાલોનો મારો, જે માંગે છે જવાબ?

૧. શું રવીન્દ્ર રેડ્ડીની બદલી એ વહીવટી પ્રક્રિયા છે કે પછી ‘ગદ્દાર’ ની રાજનીતિનું માઠું પરિણામ?
૨. જે નિસરણી ચડીને ગદ્દાર આગળ વધ્યો, એ જ નિસરણીના પગથિયાં સમાન રેડ્ડીને કાપી નાખવામાં ગદ્દારનો શું સ્વાર્થ છે?
૩. વર્ષો સુધી એક જ જગ્યાએ ટકી રહેવા માટે રેડ્ડીએ ગદ્દારની જે ‘ભક્તિ’ કરી, શું તે અંતે તેમને જ ભારે પડી?
૪. પોર્ટમાં આવતી સાચી-ખોટી અરજીઓ પર રેડ્ડી જે રીતે સક્રિય થતા, શું તે માત્ર ગદ્દારને ખુશ કરવા માટે જ હતું?
૫.  શું પોર્ટ પ્રશાસન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન થયેલા શંકાસ્પદ સોદાઓ અને દબાણોની તટસ્થ તપાસ કરાવશે?
૬.વાંદરો બધું ભૂલે પણ ગુલાંટ ન ભૂલે’ - શું આ બદલી બાદ પણ ગદ્દાર નવા એજન્ટો શોધીને પોર્ટના વહીવટમાં દખલગીરી ચાલુ રાખશે?

Comments

COMMENT / REPLY FROM