Trending News
ક્રાઈમ

માંડવીમાં બે મહિલાઓએ નજર ચૂકવીને સોનીની દુકાનમાંથી કરી ચોરી 

30 April


૧.ર૦ લાખના દાગીના સગેવગે કરતા નોંધાયો ગુનો 

ભુજ - કચ્છ ઉદય : માંડવીમાં સોની બજાર ખાતે આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી બાબાવાડી વિસ્તારમાં રહેતા બીમલ દિનેશચંદ્ર સોનીના જણાવ્યા પ્રમાણે અજાણી મહિલાઓ તેમની શ્રી જ્વેલર્સમાં આવી હતી અને દુકાનમાં કામ કરતા માણસોની નજર ચૂકવી હાથ ચાલાકીથી નાકમાં પહેરવાની સોનાની ત્રણ રીંગ કિંમત રૂા.૧પ હજાર તથા દિનેશકુમાર લક્ષ્મીદાસ સોનીની દુકાનમાંથી નાકમાં પહેરવાની ચુંકના બે કાર્ડ જેમાં ૧૬ નંગ તથા કાનની સોનાની બે જોડી રીંગ, એક જોડી બુટી મળી કુલ ૧.ર૦ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે અંગે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM