Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં મહારાણી પ્રીતિદેવીના હસ્તે કચ્છ રાજ્ય રત્ન એવોર્ડ એનાયત કરાશે

30 April



ભુજ - કચ્છઉદય : કચ્છના રાજવી પરિવાર દ્વારા આજે સાંજે ગૌરવશાળી ‘કચ્છ રાજ્ય રત્ન’ સન્માન એનાયત સમારોહ - ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે કચ્છ પર્યાવરણ રત્ન તરીકે જુગલકિશોર તિવારી, કચ્છી ભાષા રત્ન તરીકે નારાયણ જોશી ‘કારાયલ’, કચ્છ સંસ્કૃતિ રત્ન તરીકે અમીબેન શ્રોફ, કચ્છ કલા રત્ન તરીકે હસમુખ મચ્છર અને કચ્છ ખેલ રત્ન તરીકે જયેન્દુ શુક્લની પસંદગી કરવામાં આવી છે. આજે નૃસિંહ જયંતી નિમિત્તે સાંજે ૫.૪૫ કલાકે ભુજ સ્થિત ઐતિહાસિક પ્રાગ મહેલ પરિસર, દરબાર ગઢ ખાતે યોજાશે. મહારાણી પ્રીતિદેવી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પરંપરાગત ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં કચ્છની અસ્મિતાને બિરદાવવામાં આવશે.

----------

Comments

COMMENT / REPLY FROM