મહામાયા મંદિરે સહસ્ત્ર ચંડીપાઠ સાથે હવન યોજાયો
ચાડવા રખાલ ખાતે માતજીનો ચતુર્થ પાટોત્સવ ધામધુમથી ઉજવાયો
ભુજ - કચ્છઉદય : કચ્છના અંતિમ મહારાઓશ્રી (સ્વ.) પ્રાગમલજી ત્રીજાના સ્વપ્ન સમાન અને તેમના દ્વારા શરૂ કરેલ જાડેજા કુળના કુળદેવી માં મહામાયા માં (મોમાઇ માં)ના ભવ્ય મંદીરનુ નિર્માણ કાર્ય તેમણે સામત્રા નજીક આવેલ ચાડવા રખાલમા કરાવ્યુ હતું. તેમના અવસાન બાદ મહારાણી પ્રિતીદેવીના આશિષ અને પ્રેરણાથી તે મંદિરનુ કાર્ય પુરણ કર્યા બાદ સં ૨૦૭૮ વૈશાખ સુદ બારસ (તા. ૧૩-૫-૨૦૨૨)ના માં મહામાયા સાથે પ્રતિષ્ઠિત મા ત્રિપુરાસુંદરી, મા કાળીકા, માતા રૂદ્રાણી, મા હિંગલાજ સાથે ૫૧ શક્તિપીઠનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.
છેલ્લા ૪ વર્ષના ગાળામા હજારો માઇ ભક્તોએ અહિ આવી કરીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. વૈશાખ સુદ બારસના રોજ અહી ચાડવા રખાલ ખાતે માતજીનો ચતુર્થ પાટોત્સવ ધામધુમથી ઉજવવામા આવ્યો હતો. સહસ્ત્ર ચંડીપાઠ સાથે હવન કરવામાં આવ્યો હતો, જેમા સહસ્ત્રાધિક ભક્તોએ ભાગ લીધો હતો. મહારાણી પ્રિતીદેવીની સુચના અનુસાર કુંવર ઈન્દ્રજીતસિંહજી, તેરા ઠાકોર મ્યુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, વિજેશભાઇ પુંજા અને ચિંતનભાઇ ઠક્કર સહપરીવાર હવનાદી વિધીમા ભાગ લિધો હતો. ભુજ માં આશાપુરા મંદિરના જનાર્દનભાઇ દવે, માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, કચ્છ રાજપુત સમાજના પુર્વ અધ્યક્ષ જોરાવરસિંહ રાઠોડ, બળવંતસિંહ જાડેજા, જેહાનભાઇ ભુજવાલા, કચ્છ કરણીસેના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા (વિંજાણ), હિમતસિંહ વસણ આર.એસ.એસ. ના સહસંચાલક, તેમજ ભુજ, અંજાર, અબડાસા, ભચાઉ વિગેરે સ્થાનોથી કચ્છ ક્ષત્રીય રાજ્પુત સમાજના આગેવાનો તેમજ ભાયાતો સાથે નજીકના ગ્રામ્યજનોની ઉપસ્થિતીમા સમગ્ર મંદિર પરીસર ભક્તિમય બની ગયુ હતુ. સર્વે માતાજીના આશિષ પ્રાપ્ત કર્યા હતા. હવનાદી વિધિવિધાનનુ સંચાલન શાસ્ત્રી તેજસભાઇ જોષી દ્વારા કરાવામાં આવ્યુ હતું. ભુજ દરબારગઢ પ્રાગમહેલ અને રણજીતવિલાના કર્મચારીઓ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
----------

Comments