Trending News
સ્થાનિક સમાચાર

આશાપુરા ફાઉન્ડેશન દ્વારા બહેનો માટે ‘જીવન ઘડતરમાં ઉપયોગી મૂલ્યો’ વર્ગોનું આયોજન

28 April



ભુજ - કચ્છઉદય : આશાપુરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશાપુરા વુમન્સ એકેડેમી આયોજિત બહેનો માટે “જીવન ઘડતરમાં ઉપયોગી મુલ્યો” વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ ઘર-પરિવાર ચલાવવા માટે ઉપયોગી પાયાનું જ્ઞાન બહુ જરૂરી છે. આજે ગૂગલ સર્ચ કરીએ તો બધું જ જ્ઞાન મળે છે,પરંતુ પાયાનું જ્ઞાન ન હોય તો બધું નકામું છે. રસોડામાં ઉપયોગી થવું આ બધું આજે ગુગલમાંથી બહુ સરળ રીતે મળી શકે છે પરંતુ તેનું પાયાનું જ્ઞાન હોય તો જ તમે ગુગલનો સારી રીતે ઉપયોગ કરી અને એક પારંગત વાનગી અથવા પારંગત કોઈપણ કલાત્મક વસ્તુ બનાવી શકો છો તો આ પાયાનું જ્ઞાન મેળવવા માટે અમે એક વર્ગનું આયોજન કર્યું છે જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત દ્વારા અલગ તાલીમ કરાવવામાં આવશે યોગ પ્રાર્થના પ્રાણાયામ વગેરે નિયમિત કરવાનું રહેશે તેમ જ મહેંદી અને ઓર્નામેન્ટ શીખવવા માટે નેમીષાબેન સોલંકી,ગૃહિણીનું ઘર અને સમાજમાં મહત્વ અને વાનગીઓનું પાયાનું જ્ઞાન વિષય પર રૂપલબેન મહેતા પ્રાયોગિક કરાવશે, મડવર્ક શીખવવા માટે પ્રિયાંશી બેન આહીર, બ્યુટી ટીપ્સ માટે મોનિકા હઠીલા,સંસ્કૃત દ્વીજેશભાઈ, ભરતકામ અને બેઝિક સિલાઈ કામ અને વેદિક ગણિત માટે રિધ્ધીબેન ઠક્કર, ઘર ડેકોરેશન સાફ-સફાઈ,ક્રોસીયા વર્ક સંગીતાબેન પુરબીયા, ક્વીલીંગ વર્ક,રેઝીન આર્ટ પ્રીતિબા કરાવશે.અ તાલીમનો સમયગાળો ૧લી મે થી ૨૦ મ રહેશે. બાળકોનો શારિરીક માનસિક અને નૈતિક વિકાસ થાય તે હેતુથી શિશુશિબિર ૪-૫ થી ૯-૫ છે. નિઃશુલ્ક છે. ૩૦ અપ્રિલ સુધી રૂબરૂ સંતોષી માંના મંદિર પાછળ સવારે ૧૧ થી ૫ મળવું. વધુ માહિતી માટે આશાપુરા વુમન્સ એકેડમીના મુખ્ય સંચાલિકા હસ્મિતાબેનત્રિવેદીએ જણાવ્યું છે. 
------------

Comments

COMMENT / REPLY FROM