Trending News
સ્થાનિક સમાચાર

વિવિધ સેવાકાર્યો સાથે રપ૮રમાં જિન શાસન સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

27 April



ભુજ-કચ્છઉદય : છેલ્લા ૧૬ વર્ષથી, સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવાક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે દાતા માતૃશ્રી પાંચીબેન ધનજીભાઈ ખંડોલ પરિવાર- ફતેહગઢ- ભુજના સહયોગથી સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, કરૂણા, મૈત્રી, શાંતિ આદીનો દિવ્ય સંદેશ આપનાર અને મોક્ષ માર્ગ  બતાવનાર, ચરમ તીર્થપતી અને શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી ભગવાન દ્વારા શાસન રક્ષા કાજે સ્થાપીત, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યુક્ત ચતુર્વિંધ સંઘના રપ૮રમાં શાસન સ્થાપના દિવસની વિવિધ સેવા કાર્યો સાથે  ઉજવણી કરવામાં આવી હતી. 
પ્રથમ  ચરણમાં, ગૌવંશને લીલાચારાનું નીરણ શ્વાનોને દુધ-ખીચડી, રોટલી, પક્ષીને ચણ વિગેરે જીવદયાના  કાર્યો કરાયા હતા. ર૦૦ જેટલા શ્રમજીવીઓને મિષ્ટાન-નમકીન અને ફ્રુટનું વિતરણ કરાયું હતું. વિવિધ  સંસ્થામાં દિવ્યાંગો, મનોરોગીઓને ભાવતા ભોજન  આપવામાં આવ્યા હતા અને નિઃશુલ્ક છાશ કેન્દ્ર પરથી હજારો  જરૂરતમંદ લોકોને કાળઝાળ ગરમીમાં ઉનાળાનું અમૃત છાશનું પાન  કરાવાયું હતું અને વિશ્વ શાંતિ માટે મંત્રાધીરાજ નવકાર મહામંત્રના પાંચ હજાર   મંત્ર જાપ કરાયા હતા અને ભુલકાઓને વસ્ત્રદાન કરાયું હતું.
આ અવસરે સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાના નેતૃત્વમાં ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, ડો. રૂપાલીબેન મોરબીયા, શાંતિલાલ મોતા, ઓજશ શેઠ, ગિરીશભાઈ પારેખ, કે.બી. પરમાર, ભાવનાબેન જોશી વિગેરે કાર્યકરો જોડાયા હમતા. તેવું ભારતીબેન મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM