Trending News
સ્થાનિક સમાચાર

માધાપર જખબૌંતેરા સંઘ દ્વારા જખદાદાના લગ્ન આશિષ યોજના અંતગર્ત બે કન્યાના લગ્નોત્સવ યોજાયા

27 April



ભુજ-કચ્છઉદય : શહેરની સમીપે આવેલ માઘાપર મુકામે માધાપર જખબૌતેરા જૈન સંઘ સંચાલીત ૧પ૦ થી ર૦૦ વર્ષ જુના પૌરાણીક જખ મંદિરમાં દર્શન કરવા માટે સમગ્ર કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રધ્ધા અને ભકિતભાવ પૂવર્ક જખદાદાની સેવા અને પુજન અર્ચન કરે છે. ખુબ જ ટુકાં ગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે. જેનો જરૂરતમંદ લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે.
આજના મોંધવારીના સમયમાં હિન્દુ સમાજના સામાન્ય ઘરના પરિવારો પોતાની વ્હાલસોયી દિકરીના લગ્ન માનભેર કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા જખદાદાના લગ્ન આશિષ યોજના થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. જેને લોકો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. જે અંતગર્ત ૧૦માં લગ્ન ભુજ નિવાસી નવીનચંદ્ર સરવૈયાની પુત્રી ખુશ્બુ લગ્ન ભુજ નિવાસી પ્રદિપકુમાર મુન્શીના પુત્ર અક્ષય સંગાથે જયારે ૧૧માં લગ્ન માધાપર નિવાસી હિમાંશુભાઈ રાવલની પુત્રી બરખા લગ્ન ભુજ નિવાસી કરશનભાઈ ગઢવીના પુત્ર હેમરાજ સંગાથે જખમંદિર ટ્રસ્ટના મેનેંજીગ ટ્રસ્ટી નરેશભાઈ શાહ અને દિલેર દાતાઓ તથા સાજન-માજનની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયા હતા. 
આ વિશે વધુ માહિતી આપતા માધાપર જખબૌતેરા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે અમારા ટ્રસ્ટ માધાપર જખબૌતેરા જૈન સંઘ દ્વારા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુસર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજીક કાર્યો કરવામાં આવે છે. વડીલ મુરબ્બી અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ મહાજનનું મામેરૂ યોજનાથી પ્રેરીત થઈ અમારા ટ્રસ્ટ દ્વારા આજથી થોડાક મહિના અગાઉ જખ દાદાના લગ્ન આશિષ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ, વર-વધુને તૈયાર થવા માટે ર રૂમ, ચોરી-મંડપ, મારાજ, બંને પક્ષે ૧પ૦ જણા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈપણ હિન્દુ સમાજના પરિવારજનોઆ યોજના અંતગર્ત પોતાની દિકરીના લગ્ન કરાવી મોંધા લગ્નની ચિંતામાંથી મુકિત મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યુ હતુું.
આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ધાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી-બેસણા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ક.વી.ઓ. સમાજના વડીલો માટે માવતરનો મેળો યોજના શરૂ કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે આધુનિક સુવિધાઓથી સુસજજ રાહતભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે. જખ દાદાના દર્શનાર્થે આવતા યાત્રિકોને સુધ્ધ સાત્વીક વ્યાજબી ભાવે ભોજન મળે તે માટે અમારી સંસ્થા દ્વારા કે.કે.શાહ ભોજનાલય લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. અવારનવાર વિનામુલ્યે મેડીકલ કેમ્પો તેમજ અન્ય સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. વિકલાંગ બાળકો માટે રહેવાની તથા જમવાની સગવડ અત્યંત રાહત દરે કરી આપવામાં આવે છે. રાષ્ટ્રહિતની લાગણીને ધ્યાનમાં લઈને આપણા દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પરિવારજનો સાથે કચ્છ પધારે ત્યારે તેમના રહેવાની અને જવાની સગવડ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. આ લગ્નોત્સવ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહ, સંસ્થાના કર્મયોગી પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજજર, ભોજનાલયના સંચાલક  ઉમેદસિંહ વિગેરેએ ઉપસ્થિત રહી નવદંપતિને ભેટ સોગાદ તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી. 
જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ નંદુ, ચીમનભાઈ ગમારા, નરેશભાઈ શાહ, શાંતિભાઈ નંદુ, વિનોદભાઈ નંદુ, કમલેશભાઈ સાવલા,  અંજુબેન શાહ વગેરે જહેમત ઉઠાવીને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે.
---------

Comments

COMMENT / REPLY FROM