Trending News
ક્રાઈમ

વ્હીકલ લોકેશન ટ્રેકીંગ ડિવાઈસ ચેકની સમયમર્યાદા વધારાઈ

27 April



અંજાર - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, અંજારની યાદીમાં જણાવ્યા મુજબ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા તા.૧૯-૧ર-ર૦રપથી તમામ પબ્લિક સર્વિસ વાહનો (ટુ વ્હીલર, ઈ-રીક્ષા અને ૩ વ્હીલર સિવાયના) તેમજ કેન્દ્રીય મોટર વાહન નિયમ ૧૯૮૯ના નિયમ ૯૦ (પ) મુજબ નેશનલ પરમીટ ધરાવતા વાહનોમાં તા.૧-૪-ર૬થી વ્હીકલ લોકેશન ટ્રેકીંગ ડિવાઈસ લગાડવું ફરજીયાત કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપરોક્ત બાબતે મિનસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા તા.૩૦-૩-ર૦૬ની સૂચનાથી વ્હીકલ લોકેશન ટ્રેકીંગ ડિવાઈસ ફિટમેન્ટની ફરજીયાત ચેકની સમયમર્યાદા તા.૧-પ-ર૬ સુધી લંબાવવામાં આવી છે, આથી તા.૧-પ-ર૬ બાદ વાહનમાં વ્હીકલ લોકેશન ટ્રેકીંગ ડિવાઈસ લગાડેલ હશે તો જ આગળની કાર્યવાહી કરવામાંં આવશે, જેની કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિકને નોંધ લેવા જણાવાયું છે.
------------------

Comments

COMMENT / REPLY FROM