શ્રી ક્ષેત્રપાળ ઇન્ફ્રા ગ્રુપ દ્વારા ભુજ ખાતે અત્યાધુનિક કોમર્શિયલ સંકુલ શ્રી ક્ષેત્રપાળ લેન્ડમાર્કનો શુભારંભ
ભુજ - કચ્છઉદય : ભુજ - મિરરઝાપર હાઇવે પર અંદાજીત એક લાખ પચાસ હજાર ચો.ફુ. બાંધકામ ધરાવતા અત્યાધુનિક સગવડોથી સજ્જ શ્રી ક્ષેત્રપાળ લેન્ડમાર્કનો શુભારંભ ખ્યાતનામ વક્તા અને બીએપીએસના પરમ પૂજ્ય સંત જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યુ ંહતું. વિશાળ પાર્કિંગ, લિફ્ટ, રીસેપ્શન એરિયા જેવી અત્યાધુનિક સગવડો ધરાવતા આ કોમર્શીયલ સંકુલમાં દેશની ખ્યાતનામ લક્ઝરી બ્રાન્ડ જેવી કે તનીસ્ક, કલ્યાણ જવેલર્સ, લાઇમ લાઈટના વિશાળ શોરૂમ શરુ થઇ ચુક્યા છે અને હજુ અનેક પ્રખ્યાત બ્રાન્ડના શોરૂમ આવી રહ્યા છે.
આ સંકુલનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુક્તા પૂજ્ય સંતી જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલ ભૂકંપ પછી સમગ્ર કચ્છ ખાસ કરીને ભુજનો વિકાસ ખુબ જ ઝડપથી થયેલ છે. તે ઈશ્વરના આશીર્વાદ સમાન છે અને ભુજના આ વિકાસમાં શ્રી ક્ષેત્રપાળ ગ્રુપ ખુબ જ મહત્વનો ફાળો આપી રહ્યું છે, તે પ્રશસનીય છે. આ ગ્રુપ દ્વારા ૭ જેટલા કોમર્શીયલ સંકુલો અત્યારે નિર્માણ પામી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા નિર્મિત અને નિર્માણાધીન પ્રોજેક્ટોમાં દેશ - વિદેશની અનેક ખ્યાતનામ બ્રાન્ડોના શો-રૂમો આપીને ભુજવાસીઓને મેટ્રો સીટી જેવા શોપિંગનો અનુભવ કરાવવા માટે મહત્વનું યોગદાન રહ્યું છે. આ ઉપરાંત આ ગ્રુપ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. આર્થિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ આ ગ્રુપ દ્વારા નિરંતર થતી રહે છે. આ તબક્કે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. સંત દ્વારા ભુજની પ્રથમ રાત્રી ભગવદ કથાના આયોજનને યાદ કરીને અભિનંદન આપ્યા હતા.
શ્રી ક્ષેત્રપાળ ગ્રુપ દ્વારા રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ સંકુલો પણ નિર્માણ પામી રહ્યા છે. આ તમામ સંકુલોમાં અત્યારના સમયની માંગને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સગવડો વિકસાવવામાં આવશે. શ્રી ક્ષેત્રપાળ લેન્ડમાર્કમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ શોરૂમો તથા પહેલા અને બીજા માળ પર લક્ઝરી ઓફીસો ઉપલબ્ધ છે એમ શ્રી ક્ષેત્રપાલ ગ્રુપના આયોજકોએ જણાવ્યું હતું. આ શુભારંભ અવસરે ભુજ ના વિવિધ સમાજના આગેવાનો, અનેક સંસ્થાઓના આગેવાનો, શુભેચ્છકો તથા વેપારી મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.
-------

Comments