Trending News
ક્રાઈમ

આડેસર ચેક પોસ્ટ પાસે બે ટ્રકમાંથી ૩૩૧ ઘેટા-બકરાને મુક્ત કરાવાયા 

27 April




આડેસર પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી : ૯ શખ્સોના નામ ખુલ્યા 


ભુજ - કચ્છ ઉદય : આડેસર ચેકપોસ્ટ પાસે ચેકિંગમાં રહેલી સ્થાનિક પોલીસે કત્તલ ખાને લઈ જવાતા ૩૩૧ ઘેટા-બકરાને બચાવ્યા હતા. આ સાથે ૩ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ૯ શખ્સોના નામ ખુલ્યા હતા. 
આ અંગેની વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, ટ્રક નં.જીજેર૪ - એક્સ - ૩પ૧૪ અને જીજેર૪ - ઝેડ - ૭૯૬ર મા ગેરકાયે રીતે ઘાસચારો કે પાણી વગર ખીચોખીચ અબોલ જીવ ઘેટા-બકરાને ભરવામાં આવ્યા છે. ૩૩૧ ઘેટા - બકરાને ભરવામાં આવ્યા હતા. આડેસર પોલીસે પાસ - પરમીટ વગર અબોલ જીવોની હેરફેર બદલ ગુનો દાખલ કરાવી અબોલ જીવોને જીવદયા મંડળ રાપર ખાતે મોકલી આપ્યા છે. આ સાથે રાધનપુરના રહીમશા જુસબશા ફકીર, શૈલેષભાઈ વાલાભાઈ રાવળ અને આડેસરના સુમરાભાઈ હમીરભાઈ મદારીને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે આડેસરના જુલાબ શકુભાઈ મદારી, રાણાભાઈ ભીખાભાઈ મદારી, રાધનપુરના અલ્તાફખાન બલોચ, લાલમામદ ભાઈખાન બલોચ, ભુજના અમીનશા, કનૈયાબેના મુસ્તાક, અંજારના ફકીરમામદ, કનૈયાબેના હુશેનશા, શિકારપુરના ઉમરશાના નામ ખુલ્યા હતા. પોલીસે ૩૦ લાખની બે ટ્રક કબજે કરી ૧૩.ર૪ લાખની કિંમતના ઘેટા - બકરાને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. આ કામગીરીમાં પીઆઈ જે.બી.આચાર્ય, સ્ટાફના ગાંડાભાઈ અણદાભાઈ, સંજયભાઈ અણદાભાઈ, જયંતીભાઈ જીવાભાઈ, જેઠાભાઈ લખમણભાઈ વગેરે જોડાયા હતા. 

Comments

COMMENT / REPLY FROM