Trending News
ક્રાઈમ

ચૂંટણીની દોડધામ વચ્ચે ગાંધીધામના કિડાણામાં હત્યાઃ પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

26 April




એકતાનગરમાં ઘરકંકાસમાં પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યાઃ બી ડિવિઝન પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો



ગાંધીધામ - કચ્છ ઉદય :  સમગ્ર કચ્છ જિલ્લો જ્યારે આજે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં વ્યસ્ત છે અને પોલીસ કાફલો બંદોબસ્તમાં રોકાયેલો છે, ત્યારે ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. કિડાણાના એકતાનગર વિસ્તારમાં નજીવા ઘરકંકાસમાં પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કિડાણાના એકતાનગરમાં રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હતો. આજે ઉશ્કેરાયેલા પતિએ આવેશમાં આવી જઈ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક તરફ ચૂંટણીને લઈ પોલીસ સ્ટાફ સંવેદનશીલ મથકો પર બંદોબસ્તમાં હતો, ત્યારે જ હત્યાના સમાચાર મળતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પતિને રાઉન્ડઅપ કરી લીધો છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પીઆઇ એસ.વી.ગોજીયાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પારિવારિક વિખવાદના કારણે થઈ હોવાનું જણાય છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ બનેલી આ ઘટનાએ સમગ્ર તાલુકામાં ચર્ચા જગાવી છે.


 

Comments

COMMENT / REPLY FROM