મુસ્લિમ સમાજના અગ્રણી અને પૂર્વ નગરસેવક અલીખાન બ્લોચનું નિધન
ભુજ - કચ્છઉદય : મુસ્લિમ સમાજના અગ્રણી અને પૂર્વ નગરસેવક અલીખાન બ્લોચનું આકસ્મિક નિધન થતાં સમાજમાં શોકની લાગણી છવાઈ છે. તેમનું તા.ર૩-૪ના વહેલી સવારે દુઃખદ અવસાન થતાં ભાજપને એક સંનિષ્ઠ કાર્યકરની ખોટ ચાલશે. તેમના જનજામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બ્લોચ સમાજ, પઠાણ સમાજ, જત સમાજ, ઘાંચી સમાજ, મોગલ સમાજ, આરબ સમાજ સહિત મુસ્લિમ સમાજના અગ્રણી અલીમહોમંદ હિંગોરજા, અધાભા પઠાણ, અનવર જુમા નોડે, અબ્દુલ મુનશી, અબ્દુલ ગફુર ખત્રી, જુસબભાઈ, રસીદભાઈ, નદીમ ખાન, મુસ્તાક હિંગોરજા, હનિફ માંજોઠી વગેરેએ સદ્દગત અલીખાન બ્લોચને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
------

Comments