Trending News
સ્થાનિક સમાચાર

ભુજની પાલારા ખાસ જેલ ખાતે એમ. આઈ. બાયડ નું વિશેષ સન્માન કરાયું

24 April



ભુજ - કચ્છઉદય : ભુજની પાલારા ખાસ જેલ ખાતે કેદીઓના કલ્યાણ, પુનઃવસન અને સુધારણા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ભુજ વિધુત નિરીક્ષાલય ખાતે સીનીયર કારકુન તરીકે ફરજ બજાવતા એમ. આઈ. બાયડ નું જેલ પ્રશાસન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જેલ ખાતે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે કેદીઓ માટે "માનસિક શાંતિ અને વ્યક્તિત્વ વિકાસ" વિષય પર પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન, સંકલન અને જેલ લાયબ્રેરી માટે ઉપયોગી પુસ્તકોની વ્યવસ્થા કરવામાં એમ. આઈ. બાયડે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ નિષ્ઠાપૂર્વકની સામાજિક સેવાઓને બિરદાવવા માટે જેલ અધિક્ષક બી. બી. પરમાર દ્વારા તેમને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન કાર્યક્રમ પ્રસંગે જેલ અધિક્ષકની સાથે જેલ રાઇટર ભાવેશભાઈ ડાભી તેમજ જેલના અન્ય અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસને શ્રી બાયડની સામાજિક પ્રતિબદ્ધતા અને કેદીઓના હિતમાં કરવામાં આવેલા કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
---------------

Comments

COMMENT / REPLY FROM