કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે તથા સામાન્ય ચૂંટણી દરમિયાન આરોગ્ય વિભાગ સજ્જ : હીટવેવ સામે વ્યાપક તૈયારી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી તીવ્ર ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે તેમજ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના કેસડીએચ અને સીએચસીના અધિક્ષકો ટીએચઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હીટવેવ સામે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લામાં કુલ ૧૧૯ આરોગ્ય સુવિધાઓ કાર્યરત છે, જેમાંથી ૧૦૪ આઈએલઆર, ૯૧ ડીપ ફ્રીઝર, ૧૩૪ ઘરેલું ફ્રીઝ, ૧૫૧ કોલ્ડ બોક્સ નો ઉપયોગકારી, ૧૧,૭૨૯ આઇસ પેક ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, જેથી હીટવેવ અસરગ્રસ્ટ દર્દીને તાતકાલિક સરવાર આપી શકાય.
હીટવેવ માટે જિલ્લા હોસ્પિટલ ખાતે ૧૦ બેડ, ઉપજિલ્લા હોસ્પિટલ ખાતે ૫ બેડ અને સમુદાય આરોગ્ય કેન્દ્રો ખાતે ૨ બેડ એમ કુલ ૭૦ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. અને કૂલિંગ થેરાપી કાર્યરત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઇમર્જન્સી સેવા માટે જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે અન્ય ૩૮ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવી છે. તેમાં પણ ૈષ્ઠી પેક ઉપલબ્ધ કરાવી ીદ્બીખ્તિીહષ્ઠઅ માં સારવારમાં લઈ શકાય, ૩૪ મોબાઈલ ટીમ અને ૪૧૬ પેરામેડિકલ ટીમોને તાત્કાલિક કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ગરમીના આ સમયમાં શરીરને હાઇડ્રેટ રાખવું અત્યંત આવશ્યક છે. તરસ ન લાગે તો પણ નિયમિત અંતરે પૂરતું પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ગરમીથી બચવા નાગરિકોને બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બહાર જવાનું ટાળવા, બહાર જતાં સનગ્લાસ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવા, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, હળવો અને સુપાચ્ય ખોરાક લો અને બહારનું ખાવાનું ટાળવા, બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવા, ડાયાબિટીસ અને હાયપરટેન્શન ધરાવતા દર્દીઓ નિયમિત દવાઓ લેતા રહેવા, હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો તરત સારવાર લેવા, માથાનો દુઃખાવો, ચક્કર આવવું, નબળાઈ, ઊલ્ટી કે ઝાડા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા, તરબૂચ, કાકડી, નારંગી, નાળિયેર પાણી અને લીંબુ પાણીનું સેવન કરવા અને અતિ ઠંડા પીણાં ટાળવા જણાવાયું છે.
--------

Comments