Trending News
ક્રાઈમ

ચેક બાઉન્સના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની કેદ અને ર૨.૪૦ લાખનો દંડ

24 April




ભુજ - કચ્છઉદય : ​ભુજ શહેરમાં રહેતા આરોપી નવીનચંદ્ર નાગજીભાઈ વોરાએ તેમના પરિચિત ભરત અમૃતલાલ મહેતા પાસેથી વ્યક્તિગત જરૂરિયાત અર્થે રૂ. બે લાખ હાથ ઉછીના લીધા હતા. આ રકમની પરત ચુકવણી માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા 'ફન્ડ ઈન્ડસફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે ભરત મહેતાએ ભુજની અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન દલીલો અને મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓના આધારે ભુજના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી નવીનચંદ્ર વોરાને તકસીરવાન ઠરાવવામાં આવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની દોઢી રકમ એટલે કે રૂ. ૨.૪૦ વળતર પેટે ૩૦ દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ બે માસની કેદની સજાનો પણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી અદાલતે તેની સામે સજા અંગેનું વોરંટ પણ ઈસ્યુ કર્યું છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે અમિત એ. ઠક્કર સાથે પ્રશાંત બી. મકવાણા અને રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા. 

--------------

Comments

COMMENT / REPLY FROM