રાપરમાંથી અપહરણ કરાયેલા યુવાનને મુક્ત કરાવી ચાર શખ્સોને પકડી લેવાયા
પોલીસે જંગલ વિસ્તારને કોર્ડન કરી તાત્કાલિક કાર્યવાહી કરી
રાપર - કચ્છ ઉદય : શહેરમાં સેલારી નાકા ખાતેથી યુવાનનું ચાર અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બળજબરીથી બાઈકમાં બેસાડી ડાભુંડા ગામ તરફ લઈ ગયા હતા. રાપર પોલીસે તાત્કાલિક ટીમો બનાવી અને જાણવા મળ્યું કે, યુવકને વસાવાંઢ તથા ત્રિકમસાહેબના વીરડાની વચ્ચે આવેલ વેરાન તેમજ જંગલ વિસ્તારમાં લઈ ગયા છે. જેથી ચારેય બાજુથી વિસ્તારને કોર્ડન કરી અપહરણ કરાયેલા યુવાનને છોડાવી ચારેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં દિનેશ હરી કોલી, રામજી કલુ કોલી, હરેશ કરશન કોલી, પ્રકાશ બાબુભાઈ બોરીચાનો સમાવેશ થાય છે. આરોપીઓએ પોતાની બહેનને મેસેજ કરવા બાબતેની શંકા રાખી યુવાનનું અપહરણ કર્યું હતું. પોલીસે બે બાઈક, ત્રણ મોબાઈલ, છરી અને પાઈપ કબજે કર્યો છે. આ કામગીરીમાં પીઆઈ આર.એલ. ખટાણા સામે પીએસઆઈ વી.એ. ઝા, એચ.વી. કાતરીયા તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Comments