સત્તાના મદમાં ચૂર અમુક શાસકો અને સમસ્યાઓની ગુંગળામણમાં માંડવી? શું પરીવર્તનનો પવન ફુંકાશે?
ભાજપ માટે કપરા ચઢાણ : કોંગ્રેસ માટે બહુમત સાથે વિપક્ષમાં બેસવાનો માર્ગ મોકળો
વિકાસના નામે ભ્રષ્ટાચારનું બ્યુટીફીકેશન, સુવિધાના નામે શૂન્યની સ્થિતી : રઝળતો બાયપાસ અને સ્મશની અવદશા, ૪૦ લાખના ખર્ચે લગાવાયેલ ત્રીજી આંખ પર પાટ્ટા, ખોદકામ અને ધુળની ડમરીથી શહેરમાં ખાડા રાજ સ્થપાઈ જવુ, દુષિત પાણી વિતરણ, કાચબા ગતિએ ચાલતા બાયપાસનું કામ, હિંદુ સ્મશાનની ગરીમા જાળવામાં પણ ઉણું ઉતરેલ તંત્ર સહિતના મુદાઓથી માંડવીની જનતા મતાધિકાર મારફતે સત્તાપક્ષને આંચકો આપી દે તો નવી નવાઈ નહી કહેવાય..!
ગાંધીધામ : જે નગરપોતાની ભવ્યતા અને સ્વચ્છતા માટે કચ્છનું ઘરેણું ગણાતું હતુ તે આજે સ્થાનીક સત્તાધીશોની અકર્મણ્યતા અને કથિત ભ્રષ્ટાચારના કારણે સમસ્યાઓનું સંગ્રહાલય બની ગયુ હોવાનો બળાપો અંતરંગ વર્તુળોમાથી સામે આવવા પામી રહ્યો છે. ભાજપનો ગઢ ગણાતો માંડવીમાં હાલમાં જનતામા ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસો સુધી સત્તા ભોગવનારા નેતાઓએ લોકસેવાના નામે માત્ર રાજકિય વેપાર કર્યો હોવાના આક્ષેપો હવે ગલીએ ગલીએ સંભળાવવા પામી રહ્યા છે.
ચૂંટણીના સમયે જ લોકો ઠેર ઠેર કહેતા સંભળાઈ રહ્યા છે કે, ઐતિહાસીક ટોપણસર તળાવએ માંડવીની જીવાદોરી છે પરંતુ સત્તાધીઓએ તેના બ્યુટીફીકશેનના નામે જે ખેલ ખેલ્યો છે તે જોઈને પ્રબુદ્ધનાગરીકો આઘાતમાં છે. તળાવના વીકાસના નામે માત્ર માટીની ભરતી કરી અને તેને ખાબોચીયામાં ફેરવી નાખવામા આવગ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે કરોડોના ખર્ચે રંગીન ફુંવારા નાખવામ આવ્યાહ તા તે લોકાર્પણ ગણતરીના દિસામાં જ દમ તોડી ગયા.! શું આ જ છે શાસકોનો પારદર્શક વિકાસ.? સુવીધાઓના નામે શહેર શુન્ય હોય તેવો રેાષ પણ જાગૃત વર્ગમાથી બહાર આવી રહ્યો છે.
શહેરીજનો રોષ સાથે કહી રહ્યા છે કે સુવિધાઓના નામે શુખ્યની જ સ્થિતી સર્જાયેલી છે. શહેરની સુરક્ષા માટે ૪૦ લાખના ખર્ચે લગાવાયેલ સીસીટીવી કમેરાઓ આજે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે. જે તંત્રની ગંભીર બેદરકારી સુચવે છે. ખોદકામ અને ધુળની ડમરીઓ તોબા કરી દીધી છે. કેબલ કે પાઈપલાઈન નામે રસ્તાઓને વારંવારખોદીને જાણે શહેરને ખાડા નગરી બનાવી દેવામા આવ્યુ હોય તેવો ચિત્તાર દૃશાય છે. વેપારીઓ અને પ્રવાસીઓ ઉબડખાબડ રસ્તાઓ અનેધુળની ડમરીથી ત્રસ્ત છે. આરોગ્ય સાથે પણ લોકોના ચેડા થવા પામી રહ્યા છે. શુદ્વ પીવાનુ પાણી આપવાને બદલે નગરપાલિકા દુષિત પાણી પીરસી રહી છે. જેના કારણે શહેરમા રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે. રઝળતો બાયપાસ અને સ્મશાનની અવદશા તો કોઈને દેખાતી જ ન હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી કાચબાની ગતિએ ચાલતું બાયપાસ રોડનું કામ શાસકોની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ટ્રાફિક અને અકસ્માતોમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. એટલું જ નહી હિન્દુ સ્મશાનની ગરિમા જાળવવામાં પણ તંત્ર ઉણું ઉતર્ય હોય તેવો કચવાટ પણ ઉભો થઈ રહ્યો છે.જેના લીધે વિવિધ સમાજમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ છેડાયેલ છે, મતદાનને આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આ પ્રકારે શહેરને વિવીધ સમસ્યાઓના હવાલો રાખી દેનારા સત્તાપક્ષને માટે કદાચ કપરા ચઢાણની સ્થિતીનોઅંડર કરંટ જોવાઈ રહ્યો. માંડવીમાં વિપક્ષની ગેરહાજરીએ સત્તા પક્ષને બેફામ બનાવ્યો હતો પરંતુ આ વખતે જનતા પો જ વિપષની ભુમિકામાં આવી ગઈ હોય તેવુ સિનારીયો જોવાઈ રહ્યો છે.આ વખતની ચૂંટણીમં જનતા ભ્રષ્ટાચાર અને ગંદીકના ગંજ તથા શહેરમાં માળખાગત સુવિધાઓના અભાવની સામે મતાધિકારથી જવાબ આપવા તત્પર હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે. માંડવી નગરપાલિકાનાશાસકોએ યાદ રાખવુ જોઈએ કે લોકશાહીમાં જનતા જ અંતિમ ન્યાયધીશ હોય છે. જો સમસ્યાઓથી હકીકતમાં માંડવીની જનતા આટલી ત્રસ્ત રહી હશે તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપના ગઢમાં કાંગરા ખરવા પામે તો નવી નવાઈ નહી કહેવાય.

Comments