Trending News
સ્થાનિક સમાચાર

કચ્છનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ : આનંદ પટેલ

24 April

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે


જિલ્લા સમાહર્તાએ પત્રકાર પરિષદમાં આપી વિસ્તૃત માહિતી : જિલ્લામાં ૧પ.૪૯ લાખથી વધુ મતદારો રવિવારે મતાધિકારનો કરશે ઉપયોગ 

નગરપાલિકા વિસ્તારના ર૭૦, ગાંધીધામ મહાનગરપાલિકાના ર૩૪ અને તાલુકા - જિલ્લા પંચાયતના ૧૩૬ર મતદાન મથકો સજ્જ : ૧૪પ૪૯ કર્મચારીઓ મતદાન મથકો પર બજાવશે ફરજ : ૪૦૪ર બીયુ, ૩૮૧૧ સીયુની કરાઈ ફાળવણી 

સેવા મતદાર તથા ચૂંટણી ફરજ પરના સ્ટાફને પ૭૩૩ ટપાલ મતપત્રો કરાયા ઈસ્યુ : હીટવેવની આગાહીને પગલે તમામ મતદાન મથકો પર મેડીકલની સુવિધા રહેશે ઉપલબ્ધ 


ભુજ - કચ્છઉદય : કચ્છની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી માટે રવિવારે એટલે કે ર૬ એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે આજરોજ કચ્છ કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં શ્રી પટેલેે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કચ્છનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. 
કલેકટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અધ્યક્ષ સ્થાનેથી કલેકટર આનંદ પટેલે જણાવેલ કે, ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ, માંડવી, મુંદરા, અંજાર અને નખત્રાણા નગરપાલિકા, તેમજ જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતોની ૪રર બેઠકો માટે ર૬મીએ મતદાન યોજાવાનું છે. આ માટે રાજય ચુંટણી આયોગ ગાંધીનગર દ્વારા ૩૭ ચુંટણી અધિકારી અને ૪૪ મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. તો જિલ્લા કક્ષાના ૧પ નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરાઈ છે. આ ચૂંટણી માટે ૮૯પ૪ પોલીંગ સ્ટાફ, પ૩૬૧ પોલીસ જયારે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી ર૩૪ મળી કુલ્લ ૧૪પ૪૯ અધિકારી - કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે. જિલ્લા - તાલુકા પંચાયત માટે સીંગલ ચોઈસ ઈવીએમ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડ માટે મલ્ટી ચોઈસ ઈવીએમનો ઉપયોગ થનાર છે. 
શ્રી પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત માટે ૧૬પ૩ બેલેટ યુનીટ અને ૧૬૪૯ કંટ્રોલ યુનિટ, જિલ્લા પંચાયત માટે બીયુ ૧પર૮, સીયુ ૧પર૮, ગાંધીધામ મહાનગરપાલિકા માટે બીયુ ૩પર અને સીયુ ર૭૩, જયારે નગરપાલિકાઓ માટે પ૦૯ બીયુ અને ૩૬૧ સીયુનું ઉપયોગ થશે. સેવા મતદારો અને ચૂંટણી ફરજ પરના સ્ટાફને પ૭૩૩ ટપાલ મતપત્રો ઈસ્યુ કરવામાં આવ્યા છે. વધુમાં શ્રી પટેલે જણાવ્યું કે, ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૧,૧ર,રપ૦ પુરૂષ, ૧,૦૩,૦પ૯ સ્ત્રી અને અન્ય ૪ મળી કુલ્લ ર,૧પ,૩૧૩, નગરપાલિકા માટે ૧,ર૪,૧૪૦ પુરૂષ અને ૧,ર૧,૯૬૩ સ્ત્રી અને અન્ય ૩ મળી કુલ્લ ર,૪૬,૧૦૬, તાલુકા પંચાયત માટે પ૦૮૯૪ પુરૂષ, ૪પ૮૭ર સ્ત્રી મળી કુલ્લ ૯૬૭૬૬ અને જિલ્લા પંચાયત માટે પ૧૩૩૭૩ પુરૂષ, ૪૭૮ર૭૬ સ્ત્રી અને અન્ય ૧ મળી કુલ્લ ૯,૯૧,૬પ૦ મતદારો નોંધાયેલા છે. મતદાન મથકે ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ મશીનના સુરક્ષીત સંગ્રહ માટે કુલ્લ ર૬ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ર૮મીએ સવારે નવ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જે માટે તાલુકા પંચાયત માટે ૯, જિલ્લા પંચાયત માટે ૧૦, ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૧, અને નગરપાલિકાઓ માટે પાંચ મત ગણતરી કેન્દ્રો નિશ્ચિત કરવામાં આવ્યા છે. મતદાન માટેની ટુકડીને ડીસ્પેચીંગ સેન્ટરથી મતદાન મથક સુધી પહોંચવા તેમજ મતદાન પૂૃર્ણ થયેથી મતદાન મથકના સ્થળેથી રીસીવીંગ સેન્ટર સુધી પહોચવા માટે કુલ્લ રપ૦ વાહનોની વ્યવસ્થાન કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાસા હેઠળ ર, તડીપાર ર, કલમ ૧ર૬ હેઠળ ૯૬૮, કલમ ૧ર૮ હેઠળ ૪૩, કલમ ૧ર૯ હેઠળ ર૭૦, પ્રોહી.ના ૩૩૩ મળી કુલ્લ ૧૬૬૮ કેસ કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ર૭૦, ગાંધીધામ મહાનગરપાલીકા માટે ર૩૪ અને જિલ્લા - તાલુકા પંચાયત માટે ૧૩૬ર મતદાન મથકો પર મતદાન યોજાશે. 

 

Comments

COMMENT / REPLY FROM