Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના છસરાપટ્ટા માં હાઈપ્રોફાઈલ તેલ-દારૂ-કેમીકલ ચોરીનો અડ્ડો કોની દેશી હોટલ આસપાસમાં ધમધમ્યો..?

24 April

IPS  શ્રી ગૌતમ વિવેકાનંદ ધ્યાને ન લે’



પ્રાગપર પોલીસ મથક વિસ્તારની હદમાં તેલચોરી-કેમીકલ ચોરીના ટેન્ડરો ખુલ્યાની ચર્ચા : કોને આપી મંજુરી? 

દારૂ બંધ કરાવો, ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ મુંદરામાં ઠેર-ઠેર બંધ કરાવોના નારા સુત્રોચ્ચાર  ચલાવનાર ઝભ્ભાલેગાધારી ખુદે જ સેકસન ચૂકવી મંજુરી લીધી હોવાની મારી રહ્યો છે શેખી

બાયોડીઝલના ગાપટાંઓ પણ આ અડ્ડા પર પુરજોશમાં થતા હોવાની બૂ’

ઈમ્તીયાઝનો અડ્ડો, સુરેશ-સંજયએ સેકસન આપી મંજુરી લીધી હોવાની ચર્ચા : સુરેશ ફાયનાન્સરની ભુમિકામાં હોવાની ચકચાર : ગેરકાયદેસર બદીને આટલી બધી ખુલ્લી છોડ મળી કેવી રીતે? ખાખીના કયા ભ્રષ્ટ વહીવટદારોની બલિહારી?


ગાંધીધામ : ગુજરાત સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે. શાંતીપૂર્ણ માહોલમાં નિર્ભીક રીતે ચૂંટણી યોજવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામા આવી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં પરોવાયેલા આ તંત્રની જાણતા કે અજાણતામાં બીજીતરફ મુંદરામાં વિસ્તારમાં છસરાપટ્ટામાં અસામાજીક બદીના દુષણ સમાન અડ્ડો ખુલ્લેઆમ ધમધમી ઉઠયો હોવાની ચર્ચાએ ભારે ચિંતા જગાવી દીધી છે. આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર મુંદરાના છસરા પટ્ટામાં તેલચોરી-દારૂ-કેમીકલની હેરફેર-બાયોડીઝલ સહીતની ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ હેરફેર કરતો એક મોટો અડ્ડો શરૂ થવા પામી ગયો છે. 
જાણકારો દ્વારા સવાલ થવા પામી રહ્યો છે કે આ હાઈપ્રોફાઈલ અડ્ડો કોની દેશી હોટલની આસપાસમાં ધમધમી રહ્યો છે? પ્રાગપર પોલીસ મથકની હદમાં આવતા છસરા પટ્ટામાં મોટી કંપનીની આજુબાજુમાં એક દેશી હોટેલ ધમધમી ઉઠી છે તેની આજુબાજુમાં દારૂ-તેલચોરી-કેમીકલ હેરફેર-બાયોડિઝલના પોઈન્ટ સમાન મોટો અડ્ડો શરૂ થઈ ગયો હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે, આ હાઈપ્રોફાઈલ અડ્ડામાં ઝભ્ભાલેંગાવાળા સહિતનાઓની ભાગબટાઈ રહેલી છે. જે લોકો મુંદરા વિસ્તારમાં મોટા ઉપાડે દારૂ બંધ કરાવો, દારૂ બધ કરાવોના સુત્રોચ્ચાર કરતા ફરતા હતાતે જ તત્વો હવે અહી આ અડ્ડામાં મંજુરી લઈ આપી હોવાના ખોખારા ખાઈ રહ્યા છે. 
જાણકારોમાં થતી ચર્ચાઓ અનુસાર આ હાઈપ્રોફાઈલ ગેરકાયદેસર અડ્ડામાં સુરેશ-સજય, ઈમ્તીયાઝ અને ઈલિયાઝ જેવાઓની ટોળકી મોટી મુખ્ય ભુમિકા ભજવી રહી હોવાનુ કહેવાય છે. મનાય છે કે, સજય દ્વારા અહી સેકસનથી આ ઠેકો મંજુર કરવામા અવ્યો હોવાની શેખી મારવામાં આવી રહી છે અથવા તો દાવો કરવામા અવી રહ્યો છે? ઈમ્પીયાઝની હોટેલ છે તેની આસપાસમાં આ અડ્ડો મોટો શરૂ થયો હોવાનુ ચર્ચાય છે. ફાયનાન્સર તરીકે સુરેશ ભુમીકા ભજવી રહ્યો છે. ઝભ્ભાલેગાવાળાો ખુલીને કહી રહ્યો છે કે, તેલચોરી કરો, કેમીકલ ચોરી કરો, દારૂની હેરફેર કરો, તમારો કોઈ વાળ પણ વાંકો નહી કરવામા આવે..! ભ્રષ્ટ તત્વોના મોઢા તેમની હેસિયત કરતા વધુ રકમથી આપણે ભરી દીધા છે. મંજુરીઓ આપણે મળેલી જ છે. હવે જોવાનુ એ રહે છે કે, મુદરાના યુવા આઈપીએસશ્રી આ બાબતે ધાક બેસાડતી કાર્યવાહી કરી અને સત્તાવાર રીતે પોલીસ ચોપડે ફરીયાદ લેવડાવે છે કે પછી આ બદી વધુને વધુ વકરી અને ચૂંટણી જેવા માહોલમાં પણ બેફામ રીતે ધમધમતી જ રહે છે?

Comments

COMMENT / REPLY FROM