Trending News
શિક્ષણ સમાચાર

૩ મેના નીટની પરીક્ષા યોજાશે

23 April



ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા આગામી તા.૩/૫ના રોજ નીટની પરીક્ષા યોજાનાર છે. જિલ્લામાં ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી. ચૌહાણ દ્વારા જિલ્લાની ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ - ભુજ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ - ભુજ, સરકારી હાઈસ્કૂલ, ગણેશનગર - ગાંધીધામ અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલ - ગાંધીધામ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૩/૫ના સવારના ૬ કલાકથી સાંજના ૬ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધ મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહી. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ - કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં કોઈ પણ વ્યક્તિએ સ્માર્ટવોચ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટૂથ, પેન ઈયરફોન, લેપટોપ,કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા નહીં તથા મ્યૂઝિક, સંગીત ઇત્યાદી જોરથી વગાડવું નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
--------- 

Comments

COMMENT / REPLY FROM