નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો: ₹15,000ના પગાર માટે હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોની કતાર
કચ્છ/ગુજરાત: સામાન્ય રીતે લોકો લાખોના પેકેજવાળી નોકરી કે મોટા બિઝનેસ પાછળ દોડતા હોય છે, પરંતુ હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક અજીબ વળાંક જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કાઉન્સિલર (નગરસેવક) અને કોર્પોરેટ પદ માટે મળતું માનદ વેતન માત્ર ₹15,000 આસપાસ હોવા છતાં, આ પદ મેળવવા માટે કરોડપતિઓ, ડોક્ટરો અને બિઝનેસ મેન થયેલા યુવાનોની લાંબી લાઈન લાગી છે.
શું છે આકર્ષણનું કેન્દ્ર?
સવાલ એ થાય છે કે જે વ્યક્તિ મહિને લાખો રૂપિયા કમાઈ શકે છે, તે માત્ર 15 હજારના પગાર વાળી આ પદવી માટે આટલી મહેનત કેમ કરી રહી છે? શું આ ખરેખર જનતાની સેવા કરવાનો અદમ્ય ઉત્સાહ છે, કે પછી સત્તાના જોરે મળતા અન્ય 'લાભ' અને સામાજિક વગ મેળવવાની ઈચ્છા?
નિષ્ણાતોનું માનવું છે કે:
સત્તા અને પાવર: કાઉન્સિલર અને કોર્પોરેટ બનવાથી સ્થાનિક લેવલે વહીવટી તંત્ર પર પકડ મજબૂત બને છે.
કોન્ટ્રાક્ટ અને કામકાજ: અનેક ઉમેદવારો પોતાના બિઝનેસને ફાયદો પહોંચાડવા કે નેટવર્કિંગ માટે આ પદનો ઉપયોગ કરતા હોય છે.
રાજકીય સીડી: આ પદ ધારાસભ્ય કે સંસદસભ્ય બનવા માટેની પ્રથમ સીડી માનવામાં આવે છે.
જોકે, શિક્ષિત અને સધ્ધર ઉમેદવારો આવવાથી વહીવટમાં પારદર્શકતા આવશે તેવી આશા પણ જનતા રાખી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ 'ભણેલા-ગણેલા' અને 'ધનવાન' ઉમેદવારો જનતાની સેવાના શપથ કેટલા અંશે નિભાવે છે.
Comments