ચંદીગઢ સાયબર પોલીસની મોટી કાર્યવાહી : ગાંધીધામ પટ્ટામાંથી ૩ શખ્સોને ઉઠાવી ગઈ
પ૦ લાખની ચીટીગના હાઈપ્રોફાઈલ કેસમાં તવાઈની ચર્ચા
લાખોની છેતરપિંડી કરનાર ટોળકી સપ્તાહ પૂર્વે ગાંધીધામના મીઠીરોહર પટ્ટામાંથી ઝડપાઈ
ગાંધીધામ : આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ સંકુલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચંદીગઢ પોલીસની ગુપ્ત કાર્યવાહીએ ભારે ચર્ચા જગાવી છે. પંજાબના ચંદીગઢમાં નોંધાયેલા એક મોટા સાયબર ઠગાઈના ગુનાના પગેરૂ શોધતા પંજાબ પોલીસની ટીમ ગાંધીધામ આવી પહોંચી હતી અને અહીંથી ત્રણ શખ્સોને પૂછપરછ માટે ઉઠાવી ગઈ હોવાનું સામે આવ્યું છે.ચંદીગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક હાઈપ્રોફાઈલ ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવતા ગુજરાતના પૂર્વ કચ્છ જિલ્લામાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અંદાજે ૫૦ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહીની જો વાત માંડીએ તો ચંદીગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર ૩૯/૨૦૨૬ હેઠળ તપાસ ચલાવી રહેલી ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. જે અંતર્ગત દસેક દિવસ પહેલા ચંદીગઢ પોલીસની ટીમ કચ્છ પહોંચી હતી અને આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને દબોચી લીધા હોવાનુ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ટોળકીએ સુવ્યવસ્થિત કાવતરું રચીને બેંક ખાતામાંથી નાણાં સેરવી લીધા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રકમ કયા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને ચંદીગઢ ખાતે રિમાન્ડ અર્થે લઈ જવામાં આવ્યા હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ચંદીગઢ દ્વારા જણાવાઈ રહ્યું છે. પકડાયેલા શખ્સોને વધુ તપાસ માટે ચંદીગઢ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામ બી ડીવીઝનના પીઆઈ એસ.વી.ગોજીયાએ ચંદીગઢ પોલીસની ટીમ આવી હોવાની અને ત્રણ શખ્સોને પૂછપરછ માટે લઈ ગઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે. હાલમાં આ સમગ્ર મામલો ગાંધીધામ સંકુલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સાયબર ક્રાઈમના આ નેટવર્કમાં હજુ કેટલા મોટા માથાઓ સામેલ છે તે તો ચંદીગઢ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
.........................
કઈ કાયદાકીય કલમો તળે થઈ કાર્યવાહી?
ગાંધીધામ : આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ ૩૧૮/૩૧૯(૨)ઃ છેતરપિંડી (ઝ્રરીટ્ઠૈંહખ્ત) અને ઓળખ છુપાવીને કરવામાં આવતી છેતરપિંડી.આ સાથે સાયબર ક્રાઇમ અને આઈ.ટી. એક્ટની અન્ય સંબંધિત કલમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
......................
ઝડપાયેલા શખ્સો રાજેશ-હિતેશ-યોગેશના
કડક પુછાણાથી થશે મોટા કાડાકા-ભડાકા
ગાંધીધમા : ચંદીગઢમાં લાખોની ચીટીંગના કેસમાં ગાંધીધામ સંકુલમાંથી ત્રણ શખ્સોને ઉઠાવાયા હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવવા પામી રહ્યુ છે. જાણકારો કહી રહ્યા છે કે, ઉઠાવાયેલા શખ્સો રાજેશ-હિતેશ-યોગેશના કડક રીમાન્ડ મેળવાશે તો આ પ્રકણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા હતા? બીજા આવા કેટલા ઘટનાક્રમોને અંજામ અપાયા છે? કઈ રીતે અને ચીટીંગની રકમ કોના ખાતામાં કેવી રીતે જમા કરવામા આવતી હતી તે સહિતની ઘણી વિગતો બહાર આવી શકે તેમ હોવાનુ મનાય છે.

Comments