પદ્મશ્રી આચાર્ય ચંદનાજી મ.સ.ના નિધનથી કચ્છના જૈન સમાજમાં શોક
ભુજ કવિઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ
ભુજ - કચ્છઉદય : અહીંના ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ, કચ્છ-ભુજના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડાએ પદ્મશ્રી પૂજ્ય આચાર્ય ચંદનાબાઈ મહાસતીજીના કાળધર્મ પામવા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે પૂજ્ય સાધ્વીજીના નિધનથી જાહેર જીવનને ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે જૈન સમાજમાં આચાર્ય પદવી મેળવનાર તેઓ પ્રથમ સાધ્વીજી હતા અને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ તેમણે કચ્છના નવસર્જનમાં મહત્વનું યોગદાન આપતા ‘વીરાયતન’ સંસ્થાની સ્થાપના કરી હતી, જે આજે પણ શિક્ષણ, આરોગ્ય અને સાધના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યો કરી રહી છે. મહાસતીજી કાળધર્મ પામ્યાના સમાચાર વહેતા થતાં કચ્છના જૈન ઉપરાંત અન્ય સમાજોમાં પણ ઉંડા શોકની લાગણી ફેલાઈ છે. કચ્છના શિક્ષણ જગતને પણ મોટી ખોટ પડી છે. પૂજ્ય આચાર્યશ્રીએે શરૂ કરેલી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ જનતાના હૃદયમાં સદાય જીવંત રહેશે તેમ કાર્યાલય મંત્રી અંકિત ગાલાની અખબારી યાદીમાં જણાવાયું છે.
------------

Comments