Trending News
સ્થાનિક સમાચાર

દેરાસરજીનો ધ્વજારોહણ એવમ્‌ ત્રિહાન્કિા મહોત્સવ સંપન્ન

22 April


દેવપુરનગરે ગોડીજી પાર્શ્વનાથ દાદાના દરબારે 


મહોત્સવના લાભાર્થી પરિવારોના હસ્તે શાસન ધ્વજ લહેરાયો : જૈનમ જયંતી શાસનનો ગુંજ્યો નારો : વિધ્વાન વિધિકાર ડો. હર્ષ દેઢિયા દ્વારા વિધિવિધાન તેમજ પૂજનો ભણાવાયા



ગઢશીશા - કચ્છઉદય : દૈદિપ્યમાન દેવપુરનગરે શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં દેરાસરજીની ૧૪૪મી ધ્વજારોહણ તેમજ ત્રિહાન્કિા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે લાભાર્થી પરિવારો સહ છસો જેટલા મુંબઈ વસતા દેવપુરવાસીઓની સંઘ સ્વરૂપે દેવપુરનગરે પધરામણી થતાં ગામમાં ઉત્સવ છવાયો હતો.
મહોત્સવના પ્રારંભે સંઘસ્વરૂપે પધારેલ ભાવિકોનું જૈન મહાજન દ્વારા ભવ્ય સામૈયું તેમજ પ્રથમ દિવસે અઢાર અભિષેક મહાપૂજન યોજાયું હતું. બીજા દિવસે ગૌતમ સ્વામી લબ્ધિ પૂજન ભણાવાયું હતું. તૃતિય દિવસે લાભાર્થી પરિવારના નિવાસસ્થાને ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. 
વિધ્વાન વિધિકાર ડો. હર્ષ દેઢિયા દ્વારા પૂજય સાધ્વી ભગવંત જય પદમગુણાજી મ.સા. આદિ ઠાણા તેમજ મુનિરાજ વિરશેખર સાગરજી મ.સા., પૂજય મુનિરાજ હિતવર્ધનસાગરજી મ.સા. આદિની પાવન નિશ્રામાં ધામધૂમથી મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાના દેરાસરની ૧૪૪મી ધ્વજાના મુખ્ય લાભાર્થી નેણબાઈ શામજી ઉમરશી હરિયા હસ્તે મંજુલાબેન દિપકભાઈ શામજી હરિયા પરિવાર રહ્યો હતો. જયારે રંગ મંડપ અને ચોકીયારાના લાભાર્થી સોનબાઈ કાનજી માણશી મોતા પરિવાર હસ્તે ગુણવંતીબેન ઉંમરશી મોતા રહ્યા હતા. જયારે દેવ - દેવીઓની ધ્વજાના લાભાર્થી રતનબેન ધનજી ટોકરશી ગાલા પરિવાર (રતનધન પરિવાર) રહ્યો હતો. 
આવતી સાલની ધ્વજા મહોત્સવના લાભાર્થીઓની જાહેરાત કરાઈ હતી, જેમાં મુખ્ય ધ્વજાના લાભાર્થી પ્રેમાબેન રતનશી દેશુ વિસરિયા પરિવાર હસ્તે હરીશભાઈ વિસરિયા, જયંતિભાઈ વિસરિયા તેમજ રંગમંડપના લાભાર્થી રતનબેન ધનજી ટોકરશી ગાલા (રતનધન પરિવાર) જયારે દેવ- દેવીઓની ધ્વજાના લાભાર્થી ચંચળબેન ગાંગજી મોતા પરિવાર હરેશભાઈ મોતાના નામો જાહેર કરાયા હતા. 
મહોત્સવને સફળ બનાવવા દેવપુર જૈન મહાજનના પ્રમુખ નવીનભાઈ કુંવરજી વીરા, ઉપપ્રમુખ વસંત ગાંગજી ગાલા, માનદમંત્રી વિશાલ મોતા, સહમંત્રી બિપિનચંદ્ર દેવચંદ્ર ગાલા, ટ્રસ્ટી રામજીભાઈ હીરજી મોતા વિજયભાઈ મારૂ, સંજય લક્ષ્મીચંદ નીસર, દેવચંદ ગાંગજી ગાલા, અશ્વિન વીરા, વર્ધમાન જૈન આયંબીલ ખાતાના પ્રમુખ જયંતીભાઈ વિસરિયા, મુંબઈ મહાજનના પ્રમુખ ભાઈલાલભાઈ છાભૈયા, મંત્રી મયુર વિસરિયા સહિતના ટ્રસ્ટીગણ તેમજ દેવપુર મહાજનના કારોબારી સભ્યો હરખચંદ કુંવરજી ગાલા, મહેન્દ્ર લીલાધર વોરા, કાન્તિલાલ મેઘજી, વિસનજી ખેરાજ, દિનેશ ટોકરશી, મેહુલ શાન્તિલાલ, વિપુલ પ્રવિણ ચંદ્ર ગાલા, લહેરચંદ હેમરાજ, વસંત હિરજી વોરા, ધીરજ મુલચંદ નીસર, કેવલ જગદીશ નીસર સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ભાઈલાલ વોરા, જયંતીલાલ વિસરિયા, મણિલાલ ગાલા અને સુંદરજી ગાંગજી હરિયા સહિતના સલાહકારોએ માર્ગદર્શન કર્યું હતું. મહાજનના પ્રમુખ નવીનભાઈ ગાલાએ સૌ સહયોગીઓનો આભાર માન્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM