Trending News
ક્રાઈમ

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

22 April



ભુજ : ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૬,ર૬,૩૦૦ વળતર પેટે ચૂકવવા ભુજની કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની વધુ વિગતો મુજબ ભુજના રહેવાસી વિનોદ હરિરામ ડાભીએ આરોપીએ નિલેશ ઉમેશચંદ્ર વૈદ્ય સામે ભુજની ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં તા.૧૦-પ-ર૦રરના એવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તથા આરોપી મિત્ર હોઈ આરોપીને ફરિયાદીએ રૂા.૧ર,પ૧,૦૦૦ રોકડા આપ્યા હતા, જે રકમ પરત આપવા આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો, જેથી ફરિયાદીએ આરોપી સામે કેસ કરતા તે ભુજના ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચલાી જતા આઠ જેટલા દસ્તાવેજી આધારો તથા ફરિયાદીનો મૌખિક પુરાવો જેવા તત્ત્વોને કેન્દ્રમાં રાખી આરોપી નિલેશને તક્સીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૧૬,ર૬,૩૦૦ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો. આ વળતર પેટેની રકમ છ માસમાં ચૂકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ બે માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે ભુજના ધારાશાસ્ત્રી મયુર એ. પુરોહિત તથા પાર્થ એમ. પુરોહિતે હાજર રહી દલીલો કરી હતી.
-------------

Comments

COMMENT / REPLY FROM