Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં મહાઅભિષેક સાથે નરનારાયણ દેવનાં ૨૦૩મો પાટોત્સવ ઉજવાયો

22 April


૫૬ ભોગ અન્નકૂટ ઉત્સવ સાથે પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા પારાયણને વિરામ અપાયો


ઠાકોરજીની શોભાયાત્રા, મહારાસ, સત્સંગ ડાયરો સહિતનાં કાર્યક્રમોમાં હરિભક્તો ઉમટયાં


ભુજ - કચ્છઉદય : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં ૨૦૩મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત પોથી યાત્રા, કથા દરમ્યાન આવતાં વિવિધ પ્રસંગોની સંતો, સાંખ્યયોગી બહેનો, યજમાનોની ઉપસ્થિતિ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવતી હતી. કથાના સમાપને નરનારાયણ દેવનાં ૨૦૩માં પાટોત્સવને લઈને મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ  પ્રસંગે ધર્મકુળ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર, મુન્દ્રા તેમજ ચોવીસીના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા અભિષેક અને અન્નકુટ દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા.
આ પ્રસંગે વિશેષ માહિતી આપતાં મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી નરનારાયણ દેવનાં ૨૦૩માં પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે મૂળ માધાપર હાલે બોલ્ટન લંડનના  અ.નિ. વિશ્રામભાઈ કાનજી વરસાણી તથા અ.નિ. ખીમજીભાઈ હીરા વાગડીયા પરીવારના  અક્ષરનિવાસી થયેલ પરમ ભક્તોની પુણ્ય સ્મૃતિમાં  નાનદાસભાઈ સામજી વરસાણી સહ પરીવારે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતુ. આ પાટોત્સવ અંતર્ગત શ્રીહરિસ્મૃતિ પંચાહ્ન પારાયણ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેનાં પ્રારંભ પૂર્વે શહેરનાં સ્મૃતિ મંદિર ખાતેથી વાજતે-ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સંતો, સાંખ્યયોગી બહેનો જોડાયા હતાં. પટેલ ચોવીસીની કીર્તન મંડળીએ રૂટ ઉપર કીર્તનની રમઝટ બોલાવી હતી જ્યારે મહિલા બેન્ડ અને પાઇપ બેન્ડે પણ આકર્ષણ જમાવ્યું હતું
પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથાનાં વક્તા તરીકે શા. સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્ વામી પ્રેમવલ્લભદાસજી, શા. સ્વામી કૃષ્ણવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યુ હતું. જ્યારે સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજીએ સંગીતમાં સાથ આપ્યો હતો. સભાનું સંચાલન શા. સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજીએ કર્યુ હતું. કથા દરમ્યાન સંતો, સાંખ્યયોગી બહેનો, કથાનાં યજમાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ, શ્રીહરિ ભુજ આગમન, ફૂલદોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત પ્રસંગોની ઉજવણી કરવામાં આવી તેનો બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. સ્વામી જગતપાવનદાસજી, સ્વામી સનાતનદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી વિગેરે વડીલ સંતો એ આશિર્વચનો પાઠવ્યા હતાં.
આ સિવાય પાંચ દિવસ દરમ્યાન રાત્રીનાં સમયે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં. જેમાં મહારાસોત્સવમાં નિશાદભાઇ સોની એન્ડ ગ્રૂપ રમઝટ બોલાવી હતી. સત્સંગ ડાયરો સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. પાટોત્સવની ઉજવણીનાં સમાપને વહેલી સવારે વિધિવિધાન સાથે પંચામૃતથી ઠાકોરજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઈ જેનો પણ બહોળી સંખ્યામાં સ્થાનિક તેમજ આજુબાજુનાં ગામોનાં રહેવાસીઓએ લાભ લીધો હતો.
મહોત્સવને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી ગોલોકવિહારી દાસજી, મુખ્ય કોઠારી રામજીભાઈ વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસીયા, ટ્રસ્ટીઓ ખીમજી ભગત, દિનેશ ભગત, ઘનશ્યામવલ્લભ દાસજી, પુરૂષોત્તમપ્રિય દાસજી, શ્રીહરિપ્રસાદ દાસજી, વિજ્ઞાનદાસજી, ભક્તિપ્રકાશ દાસજી, પુરૂષોત્તમસ્વરૂપ દાસજી, કૃષ્ણવિહારી દાસજી, શાન્તિસ્વરૂપ દાસજી, નંદકિશોરદાસજી, ઘનશ્યામચરણ દાસજી, ગોવલ્લભદાસજી, દિવ્યપ્રસાદ દાસજી, વિવેકસાગર દાસજી, જગજીવનદાસજી, ઘનશ્યામપ્રકાશ દાસજી, બ્રહ્મવિહારી દાસજી, જ્ઞાનસ્વરૂપદાસજી, જ્ઞાનપ્રિયદાસજી, નિલકંઠસ્વરૂપ દાસજી, ઘનશ્યામચરણ દાસજી, ઘનશ્યામસેવક દાસજી, પ્રેમવલ્લભ દાસજી આદિ સંતો, કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળે જહેમત ઉઠાવી આ પાટોત્સવને સફળ બનાવ્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM