Trending News
સ્થાનિક સમાચાર

સાંધવ નગરે ૧૦ દિવસીય શાંતિ શીતલ પ્રભા શિબિર

22 April


સાંધવ - કચ્છઉદય : અબડાસા તાલુકાનાં સાંધવ ગામે કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ મહાજન-સાંધવ તથા શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા તા. ૩-૫ થી તા. ૧૨-૫ સુધી ૧૦ દિવસીય શાંતિ શીતલ પ્રભા શિબિર પ.પૂ.સા. હિતપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ.સા. ઋજુપ્રજ્ઞાશ્રીજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં યોજવામાં આવેલ છે, જેમાં જૈન સમાજનાં ૧૪ થી ૫૦ વર્ષ સુધીનાં બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓ ભાગ લઇ શકશે. 
આ શિબિરમાં પ્રભુ શાસનનો મહિમા, આદર્શ જીવન જીવવાની કળા, અનુષ્ઠાન, ધર્મ ગુરૂઓનું માર્ગદર્શન વિગેરે જીવનને નવી દિશા આપશે, અને જીવનને ધન્ય ધન્ય બનાવશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા જૈન સમાજનાં શ્રાવિકાઓ-યુવતીઓ, બાલિકાઓએ પ્રબોધ મુનવર મો. ૯૯૨૫૧ ૬૯૮૭૬, ચેતન ખોના મો. ૬૩૫૨૨ ૨૩૮૭૧ પાસેથી ફોર્મ મેળવી લેવા જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM