મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં
ભુજ - કચ્છઉદય : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય - પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૪ના મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧/૪ થી તા.૩૦/૪ સુધી ચાલશે, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા મતગણતરી મથકોની આસપાસ તા.૨૮/૪ના મત ગણતરી દિવસે સવારના ૪ કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હુકમો જારી કરાયા છે, જે મુજબ મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહીં કે સંબોધિ શકાશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન, કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકશે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શક્શે નહી.
---------

Comments