બારાતુ સીંગીયા નેતાની બલીહારી.ઃ ગાંધીધામના વોર્ડ નં.૮માં પરીવર્તનની લહેર : કોંગ્રેસના શિક્ષિત ઉમેદવારો ભણી લોકમત
મતદારો દ્વારા ભ્રષ્ટાચાર મુકત ઉમેદવારોને જીતાડવાનો કોલ
નગરપાલિકામાં પૂર્વ કારોબારી ચેરમેનના સમયકાળમાં ચાલુ ટર્મના ઉમેદવાર સહિતના ભાજપનાઓએ આચરેલા ભ્રષ્ટ કૃત્યોને ધ્યાને લઈ અને હવે મતદારો આવા ભ્રષ્ટાચારીઓના હાથમાં મહાનગરપાલીકાનું લગભગ લગભગ ૯૦૦ કરોડનું અધધધ બજેટ નહી સોપવાનુ મન બનાવી બેઠા છે : કોંગ્રેસ પક્ષની શિક્ષિત અને સેવાભાવી પેનલને વોર્ડ ન. ૮ના તમામ વિસ્તાર, વર્ગ, સમુદાય, સમાજના લોકો આપી રહ્યા છે હરખભેર આવકાર : સમીપભાઈ જોષીનો હુંકાર
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૮માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલર સમીપ જોશીએ કચ્છઉદય સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસન સામે રણશિંગુ ફૂંક્યું છે. તેમણે ગાંધીધામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને વધી રહેલા ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. શ્રી જોષીએ મતદારો સમક્ષ
જાગૃતી આણતી સિલસિલવાર માહીતો આપતા જણાવ્યુ હતુ કે, ગાંધીધામની જનતાએ ભાજપને સતત ૩૦ વર્ષ આપ્યા, પરંતુ બદલામાં શું મળ્યું? પીવાનું શુદ્ધ પાણી, ગટરની વ્યવસ્થા, સારા રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની જરૂરિયાતો માટે પણ આજે લોકો વલખાં મારી રહ્યા છે. ભાજપે કોઈ પણ આગોતરા પ્લાનિંગ વગર ‘બુલડોઝર રાજ’ ચલાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. શ્રી જોષીએ સ્પષ્ટ ટકોર કરતા કહ્યુ હતુ કે, જો જનતા અત્યારે
જાગૃત નહીં થાય, તો ગાંધીધામ મહા નગરપાલિકાના આગામી ૯૦૦ કરોડના બજેટ પણ આ ભ્રષ્ટાચારી નેતાઓ ઓહિયાં કરી જશે.કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજના અંગે આક્ષેપ કરતા જોશીએ ઉમેર્યું કે, “આ યોજના પ્રજાના હિત માટે હતી, પરંતુ ગાંધીધામના સત્તાધીશોએ તેને ‘નલ સે ધન’ યોજના બનાવીને ભ્રષ્ટાચાર આચર્યો છે. અગાઉ કયારે ખુદ પોતાના વોર્ડમાં ડોકાયા નથી, ભ્રષ્ટાચાર પુરજોશમાં ધમધમાવે રાખ્યો છે, તેવા ઉમેદવારોને વોર્ડ ૮ના કેટલાક વિસ્તારોમાથી તો જાકારાો મળી જ રહ્યો છે, ખુલ્લીને તેનો વિરોધ થતો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે, કેટલાક વિસ્તારોમાં તો મતદારોએ આવા ઉમેદવારને એન્ટ્રીબેન એટલે કે પ્રવેશ પ્રતિબંધ જ કહી દીધો હોય તેવો રોષ દેખાડી દીધો છે, હવે વોર્ડ આઠના બીજા જાગૃત મતદારો પણ આવા ચહેરાઓને ઓળખે અને તેમનો કિંમતી મત આવા ચહેરાઓને આપવાના બદલે સ્થાનિકેથી જ ટિકીટ અપાયેલા, સૌ સમાજ-સમુદાય-વર્ગ-જાતિજ્ઞાતિને સાથે લઈને ચાલનારા, સમાજ સેવાના કાર્યોને વરસોથી વરેલા, પ્રજાજનોની વચ્ચે સદાય ખડેપગે રહેતા કોંગ્રેસના ઉમેદવારોને એક તક આપી અને વોર્ડ આઠના સર્વાંગી વિકાસને નવો જ ઓપ આપવાનો અનુરોધ કર્યો હતો.શ્રી જોષીએ પોતાની પેનલનો પરિચય આપતા જણાવ્યુ હતુ કે, વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસદ્વારા ચાર સક્ષમ ઉમેદવારોની પેનલ ઉતારવામાં આવી છે. નિશાબેન રાઠોડઃ ઓબીસી સમુદાયમાંથી છે. સથવારા સમાજની દીકરી અને અનુભવી પૂર્વ કાઉન્સિલર છે. સદાય લોકોની વચ્ચે તેમના પ્રશ્નો-માળખાગત સુવિધાઓને લઈને જાગૃત રહેતા હોય છે. પૂજાબેન ગલાનીઃ સિંધી સમાજના શિક્ષિત અગ્રણી અને સેવાભાવી એનજીઓ કાર્યકર છે. આ ઉપરાંત પર્બતભાઈ કોચરા જગજીવન મહેશ્વરી સમાજના પ્રમુખ અને સક્રિય સમાજસેવક છે. અને તેમની સાથે સમીપ જોશીકે જેઓ દ્ગજીેૈંં અને યુથ કોંગ્રેસના માધ્યમથી છેલ્લા ૧૦ વર્ષથી જનતાના પ્રશ્નો માટે લડતા પૂર્વ શહેર પ્રમુખ તરીકે પણ યશસ્વી કામગીરી કરનાર લોકપ્રીય ચહેરો જ છે. આ તમામની ઉજળી છબી, લોકપ્રીયતા, તથા સેવાભાનાના સ્વભાવ અને કાર્યપ્રણાલીની વાત કરતા સમીપભાઈ જોશીએ કહ્યુ હતુ કે, અમારી પાસે ભાજપની જેમ ભવ્ય ઓફિસો નથી, અમારું કાર્યાલય જનતાના દિલમાં છે, તેમ કહેતા સમીપ જોશીએ મતદારોને ચેતવણી આપી હતી કે જો આ વખતે ફરીથી ભ્રષ્ટાચારીઓને મોકો આપશો તો આગામી પાંચ વર્ષ રડવાનો વારો આવશે. તેમણે વોર્ડ નંબર ૮ ના સર્વાંગી વિકાસ માટે પંજાના નિશાન પર મત આપી તેમની પેનલને વિજયી બનાવવા અપીલ કરી છે.

Comments