Trending News
ક્રાઈમ

ગાંધીધામ ટ્રાન્સપોર્ટર હરિયાણા યુવકનું મલાણા પાટિયા પાસે રહસ્યમય મોત 

22 April



બે દિવસ અગાઉ પાર્ક કરેલી ગાડીમાં દુર્ગંધ આવતા અંદરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો : પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી 

ગાંધીધામ - કચ્છ ઉદય : ગાંધીધામ શહેરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ હરિયાણાના યુવકનું માલાડા પાટીયા પાસે રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ છે. 
આ અંગે મળતી વિગતો મુજબ પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ મલાણા ગામના પાટિયા પાસે આવેલ એક હોટલ આગળ બે દિવસ અગાઉ એક ગાડી પાર્ક કરવામાં આવી હતી જે ગાડીમાંથી દુર્ગધ આવતા બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામા આવતા પોલીસે ગાડી ખોલીને જોતા તેમાથી હરિયાણાના એક યુવકની મૃતદેહ મળી આવ્યો હતો મૃતક યુવક ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. 
હરિયાણા રાજ્યનો ૩૫ વર્ષીય યુવક સંદીપરામ મહેર શર્મા જે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હતો આ યુવક ગાડી લઈને હરિયાણા થી ગાંધીધામ જવા નીકળ્યો હતો અને ગત તાં.૧૮ એપ્રિલના સવારે સાડા દસ વાગ્યાના સુમારે પાલનપુર નજીક આવેલ મલાણા ગામના પાટિયા પાસે ની હોટલ આગળ આ ગાડી પાર્ક કરવામાં આવી હતી જોકે સોમવારે સવારે આ પાર્ક કરેલી બંધ ગાડીમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો દ્વારા બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામા આવતા દોડી આવેલી પોલીસે ગાડી ખોલીને તપાસ કરતા તેમાથી આ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી બનાવ અંગે મૃતકના વાલી વારસોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે મૃતકનું મોત કુદરતી રીતે કે અન્ય સંજોગોમા થયું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. 

 

Comments

COMMENT / REPLY FROM