Trending News
રાજકારણ સમાચાર

જિલ્લા પંચાયતની પાન્ધ્રોની બેઠકના કોંગ્રેસના ઉમેદવારને મળતો વ્યાપક આવકાર

21 April


પાન્ધ્રોના ઉમેદવાર વિમળાબા રાણુભા જાડેજાના સમગ્ર વિસ્તારમાં ગામે ગામ ચૂંટણી પ્રચાર દરમિયાન ગ્રામલોકોમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ : કોંગ્રેસ ફક્ત ચૂંટણી લડવા કે સત્તા માટે નહીં પરંતુ લોકોના કામ કરવા માટે હંમેશા સક્રિય રહે છે 


દયાપર - કચ્છઉદય : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો જાય છે અને પ્રચાર માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લખપત તાલુકામાં પાન્ધ્રો જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર વિમળાબા રાણુભા જાડેજાનો પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે. આ પ્રસંગે વિશાળ સભાને સંબોધતા ઉમેદવારના પ્રતિનિધિ તરીકે રાણુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના તમામ ઉમેદવારો અને કાર્યકરો વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વિસ્તારો સુધી પ્રજાના બધા જ કાર્યો થઈ જાય તે માટે સતત લોકોના અંગત સંપર્કમાં રહી અને કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, લોકોના કામ અટકાવવા માટે સરકાર કે ભાજપ ગમે તેટલા તાયફા કરે તો પણ સંવિધાન મુજબનું કોઈ પણ કાર્ય હોય તો તે કરાવવા માટે તેઓ અને કોંગ્રેસ હંમેશા પ્રતિબદ્ધ છે અને તે માટે છેવટ સુધી હંમેશા લડી લેવા તૈયાર રહે છે. 
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ એ કોઈ આજકાલનો પક્ષ નથી અને કોઈપણ કોંગ્રેસી રાજકારણ કરવા માટે નહીં, પરંતુ હંમેશા સેવા કરવા માટે આવ્યા છે. તેમણે વિમળાબાને ચૂંટણી લડવાની તક આપવા માટે અને સમગ્ર કચ્છમાં યોગ્ય અને કાર્ય કરનારા કોંગ્રેસના ઉમેદવારોને ઉભા રાખવા માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ તથા સર્વે પદાધિકારીઓનો આભાર માન્યો હતો. 
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, રાણુભા જાડેજા અને તેમના પૂર્વજો લોકોની સેવા માટે હંમેશા તત્પર રહ્યા છે અને દિવસ-રાત જોયા વગર કોઈ પણને કોઈ પણ તકલીફ પડે તો મદદ માટે વહારે આવે છે એટલે તેમની અંગત લોકપ્રિયતા પણ ઘણા વર્ષોથી લખપત તાલુકામાં રહેલી છે. તેમણે તેમના પત્ની અને પાન્ધ્રોના ઉમેદવાર વિમળાબા રાણુભા જાડેજાના ચૂંટણી પ્રચાર માટે સમગ્ર વિસ્તારમાં ગામે ગામ કરેલા લોકસંપર્ક દરમિયાન ગ્રામલોકોમાં અદમ્ય ઉત્સાહ અને તેમના પ્રત્યેની લાગણી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી અને તેમને વિજય માટે સમગ્ર લખપત તાલુકાના લોકોએ જુસ્સો વધાર્યો હતો. લખપત તાલુકાના પુનરાજપુર, છેર મોટી, સીયોત, ઝારા, છુગેર, રાયમાવાંઢ વગેરે ગામમાં જુદી જુદી લોક સંપર્ક બેઠકોમાં ગામ લોકોએ વિમળાબા રાણુભા જાડેજાને વિજય માટે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.
----------- 

Comments

COMMENT / REPLY FROM