Trending News
ક્રાઈમ

કાઠડાની જમીન હડપવાના કેસમાં ચાર આરોપીઓને કેદ અને દંડની સજા

21 April



માંડવી - કચ્છઉદય : માંડવી તાલુકાના કાઠડા ગામે વર્ષ ૨૦૦૮માં સર્વે નંબર ૩૫૭ પૈકીની ૧ એકર અને ૮ ગુંઠા જમીન હડપ કરી લેવાના ચકચારી કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 
આ કેસની વિગત મુજબ, ફરિયાદી પુનશી પચાણ વેલા હરિજનના પિતાના અવસાન બાદ તેમની વારસાઈ કરાઈ ન હતી, જેનો લાભ લઈને આરોપીઓએ ખોટા વારસદાર બની આ કિંમતી જમીન પ્રવીણ હંસરાજ શાહને વેચી મારી હતી. આ છેતરપિંડી અંગે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. ડી.સી. ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ચારેય આરોપીઓ બાબુ ઉર્ફે કલ્યાણજી પચાણ, માકબાઈ થાવર, બાયાબાઈ નાયા અને મૂલબાઈ વેલજીને તકસીરવાન ઠેરવ્યા છે. અદાલતે તમામ આરોપીઓને આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ એકથી ત્રણ વર્ષની જેલની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે, તેમજ દંડ ન ભરે તો વધુ કેદની સજાનો હુકમ કર્યો છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM