Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી ભુજની અદાલતે ફગાવી

21 April




ભુજ - કચ્છઉદય : નખત્રાણામાં રહેતા અને મૂળ ગુનેરી ગામના વતની દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા પ્રતાપસિંહ જાડેજા દ્વારા ભુજની સેશન્સ અદાલતમાં રજૂ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. 
આરોપી વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને અન્ય આરોપી સાથે મળી સાહેદને લોખંડના સળીયા વડે ગંભીર ઈજા પહોંચાડી મદદગારી કરવા તેમજ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધાયો હતો. અરજદાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આરોપી નિર્દોષ છે અને તપાસમાં સહકાર આપવા તૈયાર છે, જ્યારે સરકારી વકીલે તપાસ હજુ નાજુક તબક્કામાં હોવાનું અને અન્ય આરોપીઓ નાસતા ફરતા હોવાથી જામીન ન આપવા રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લાના છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ અશોકભાઇ બુદ્ધે બંને પક્ષોની દલીલો અને પોલીસ ડાયરી તપાસ્યા બાદ નોંધ્યું હતું કે આરોપી ગુનામાં સીધી રીતે સંકળાયેલા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરોને ધ્યાને રાખી અદાલતે ૨૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ આ જામીન અરજી ફગાવી દેવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ. એ. મહેશ્વરીએ દલીલો રજૂ કરી હતી.
--------- 

Comments

COMMENT / REPLY FROM