કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ એએનએમ અને જીએનએમ પરીક્ષાઓમાં મેળવી સફળતા
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસના વિદ્યાર્થીઓએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫માં લેવામાં આવેલી એએનએમ તથા જીએનએમ પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
એએનએમ પ્રથમ વર્ષના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં ૬૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં મેઘવાળ જીજ્ઞાબેન ગાંગજીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, જયારે ગાગલ રાધાબેન મોહનભાઈએ સમગ્ર ગુજરાતમાંથી બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને મારવાડા હેન્સીબેન દિનેશભાઈએ સમગ્ર ગુજરાતમાં ૧૧મો ક્રમાંક અને ગઢવી માલશ્રી દેવરાજે ૧૩મો ક્રમાંક જ્યારે પારસીયા આયુષી રાજેશભાઈએ ૧૫મો ક્રમાંક મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.
આ ઉપરાંત જીએનેઅમ પ્રથમ પરિણામમાં સમગ્ર ગુજરાતમાં ૧૯,૮૮૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં મહેશ્વરી જયા બુધુભાઈએ સમગ્ર ગુજરાતમાંથી ૮મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, જે સંસ્થા માટે ગર્વની બાબત છે. આ સિદ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા અને એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ સિધ્ધિ વિદ્યાર્થીઓની સઘન મહેનત, શિસ્ત, અનુસાશન અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના ત્રણેય પાંખના કારોબારી સભ્યો, સંસ્થાના પ્રિન્સિપાલ પુનીત જૈન, તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
---------

Comments