Trending News
રાજકારણ સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી બે જાહેરનામા જારી કરાયા

21 April




ભુજ - કચ્છઉદય : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય - પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૪ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧/૪ થી તા.૩૦/૪ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલેે સમગ્ર કચ્છ જિલ્લામાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત તા.૩૦/૪  સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવી છે તેમજ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાન કર્યુ છે. 
----------

Comments

COMMENT / REPLY FROM