Trending News
શિક્ષણ સમાચાર

શિક્ષણ દ્વારા સશક્તિકરણ ગજવાણી સ્કૂલ-કોલેજનું ધ્યેય

21 April





ગાંધીધામ : શિક્ષણ દ્વારા સશક્તિકરણ એ ધ્યેય સાથે વર્ષ ૧૯૬૩માં દાદાહસાનંદ ગજવાણી એન, દાદીનિર્મલા ગજવાણીના નેતૃત્ત્વ હેઠળ કચ્છ સમાજ કલ્યાણ મંડળની સ્થાપના થઈ. તેના દ્વારા ગજવાણી સ્કૂલ-કોલેજની વિવિધ સંસ્થ- ઓનું 
સુપેરે સંચાલન થઈ રહ્યુ છે. પ્રથમ પાંખ સાધુ વાસવાણી કાર્યકારી મહિલા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. આજે તેમાં ૧૩૩ બહેન રહે છે. વર્ષ ૧૯૬૬માં મધ્યમ વર્ગ માટે સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરેલ, જે મધ્યમ વર્ગનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની ઝંખના પૂરી પાડે છે. આજે તે ગજવાની પ્રાયમરી સ્કૂલ, ગજવાની ગુજરાતી માધ્યમ સ્કૂલ, સાધુ વાસવાણી ઈન્ટરનેશ્નલ સ્કૂલ સાથે વટવૃક્ષ બન્યું છે. વ્યવસાયિક કૌશલ્ય આધારિત શાળાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૫માં અંગ્રેજી માધ્યમની બી.એડ કોલેજ શરૂ કરવામાં આવી હતી અને સમાજને ઉમદા શિક્ષકોની જરૂરિયાત પૂરી પાડી ડો. એચ.આર. ગજવાણી કોલેજ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા દરેક બાળકોના માતા-પિતા, અને સમાજના દરેક સ્વપનનું 
પાલન-પોષણ અને સમર્થન કરવા માટે સતત કાર્યરત છે. દાદીનિર્મલા ગજવાણીએ શિક્ષણ અને આરોગ્યના બે સ્તંભ દ્વારા સમાજને પ્રબુદ્ધ કરવાનું અને સમાજને મદદ કરવાનું સ્વપન જોયું હતું. વર્ષ ૨૦૧૦માં નિર્મલા ગજવાની સ્કૂલ ઓફ નર્સિંગમાં એ.એન.એમ. અને જી.એન.એમ.ની શરૂઆત. કરવામાં આવી હતી. આ ઉમદા સ્ટાર્ટપે કચ્છમાં કચ્છમાં નર્સોનું યોગદાન આપ્યું છે. નર્સિંગ સ્કૂલમાં માળખાકીય સુવિધાઓ સાથે શ્રેષ્ઠ ટેક્નોલોજી છે. દરેક હોસ્પિટલમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરતી નર્સ હોય છે. કોરોનાકાળમાં નર્સોની અછત હતી, ત્યારે ૧૦૦થીવધુ વિદ્યાર્થી, નર્સોએ સેવા આપી હતી. ભાવિ યોજનામાં બી.એસ.સી. નર્સિંગનો કોર્સ છે. શરૂ કરવાનું પણ વિચારાધીન બી.એડ. કોલેજ દ્વારા કાઉન્સેલિંગમાં પી.જી. ડિપ્લોમાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. વિજ્ઞાનના વિષયો સાથે વર્ષ ૨૨-૨૩માં ગજવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ગણિત, ફિઝિકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બોટની સહિતના વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. સુરેશ ગજવાણી, અનિલ ગજવાણી, અને ટ્રસ્ટીઓ દ્વારા સંચાલન કરાઈ રહ્યું છે.ગજવાણી સ્કૂલ્સ દ્વારા આગામી વર્ષ માટે પ્રવેશ ચાલુ છે. શાળાની વિશેષતામાં દરેક વર્ગમાં એલઈડી, કોમ્પ્યુટર લેબ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાલસભા, રમતગમતથી 
પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ અનુભવી અને સમર્પિત શિક્ષકો નિયમિત વાલીઓના સંપર્ક સાથે વિનમ્ર સ્ટાફ સાથે સંસ્થાના સ્થાપક ડો. એચઆર ગજવાણી પ્રાયમરી સ્કુલ ગુજરાતી પરિવારના સુરેશ ગજવાણી, અનીલ ગજવાણી તથા ટ્રસ્ટી રાજેશ ચંદનાની વગેરે દ્વારા સંચાલતન કરાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM