Trending News
શિક્ષણ સમાચાર

એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આધુનિક સર્ટિફિકેટ કોર્સિસની જાહેરાત

21 April

કચ્છમાં શિક્ષણના નવા યુગનો પ્રારંભ




ટેક્નોલોજી અને ઉદ્યોગલક્ષી કૌશલ્યો દ્વારા કચ્છના યુવાનોને સજ્જ કરી રોજગારલક્ષી બનાવવાનો નૂતન અભિગમ



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે એક નવી ઐતિહાસિક શરૂઆત થવા જઈ રહી છે. શ્રીમંત આર. કે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિવિધ આધુનિક અને ઉદ્યોગલક્ષી સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારની વિશિષ્ટતા સાથે રજૂ થઈ રહી છે. આ નવા કોર્સિસનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સમયાનુકૂલ કૌશલ્યોથી સજ્જ કરી તેમને રોજગારક્ષમ બનાવવાનો છે. આજના ડિજિટલ અને ગ્લોબલ યુગમાં માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું નથી, પરંતુ ટેક્નોલોજી, મેનેજમેન્ટ અને પ્રોફેશનલ સ્કિલ્સનું જ્ઞાન ખૂબ જ આવશ્યક બની ગયું હોવાથી એસઆરકે ઇન્સ્ટિટ્યૂટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા કોર્સિસની રચના કરી છે.આ અભ્યાસક્રમોમાં ડ્રોન ફ્લાઈંગ લાઇસન્સ, સાયબર સિક્યુરિટી, પ્રોફેશનલ અને બિઝનેસ માટે એઆઈનો ઉપયોગ, ડિજિટલ માર્કેટિંગ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ તેમજ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્‌સ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ, અંગ્રેજીમાં પ્રોફેશનલ કમ્યુનિકેશન, ગ્રાફિક ડિઝાઇન વિથ એ આઈ, ઓર્ગેનિક ફાર્મિંગ, એચઆર એનાલિટિક્સ અને ટેલી સાથે જીએસટીના મૂળભૂત અભ્યાસ જેવા વિષયો પણ ભણાવવામાં આવશે. આ તમામ કોર્સિસ ખાસ કરીને ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ અનુભવ પણ મળી રહે. સ્થાનિક ઉદ્યોગો, પોર્ટ અને બિઝનેસ સેક્ટર સાથે સંકળાયેલા વિષયોનો સમાવેશ કચ્છના યુવાનો માટે વિશેષ લાભદાયી સાબિત થશે.સંસ્થાના મોભી શ્રી અરજનભાઇ કાનગડના જણાવ્યા અનુસાર આ કોર્સિસ દ્વારા કચ્છના યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી સર્જનાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ પહેલ ‘વિક્સિત ભારત ૨૦૪૭’ ના વિઝન સાથે સંકળાયેલી છે. કેમ્પસ હેડ ડો. સુરભી આહીરે આશા વ્યક્ત કરી હતી કે આ પહેલ કચ્છના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે અને હવે કચ્છના વિદ્યાર્થીઓને મેટ્રો શહેરોમાં જવાની જરૂર વગર પોતાના જ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરના કૌશલ્ય કોર્સિસનો લાભ મળશે. આ રીતે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ કચ્છમાં શિક્ષણના નવા યુગની શરૂઆત કરી રહ્યું છે, જે યુવાનોના ભવિષ્યને નવી દિશા આપશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં 
મહત્વપૂર્ણ યોગદાન આપશે.


 

Comments

COMMENT / REPLY FROM