Trending News
શિક્ષણ સમાચાર

સતત ૭૨ વર્ષથી દેશને સારા નાગરિક આપતું શિક્ષણધામ 

21 April

શ્રી ગુજરાત એજયુકેશન સોસાયટી




ગાંધીધામ : શ્રી ગુજરાત એજ્યુકેશન સોસાયટી વર્ષ ૧૯૫૪થી ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ પૂરું પાડી રહી છે. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ આ સંસ્થા સંચાલિત શાળાઓમાંથી અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવી ચુક્યા છે. શિક્ષણ ભાગીરથી ગંગા અવિરત વહી રહી છે.  શિક્ષણ માટે જરૂરી તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેમજ સંસ્કારો સાથેનું આધુનિક શિક્ષણ આ સંસ્થા પૂરું પાડી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં તેમજ દેશને સારા નાગરિક પૂરા પાડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. હાલ દર વર્ષે અંદાજે ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્થા સંચાલિત શાળાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. બાલમંદિર તેમજ પ્રાથમિક શાળાઓ દ્વારા પાયાનું શિક્ષણ, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં જીવન ઘડતરલક્ષી શિક્ષણ તથા કોલેજ દ્વારા સ્નાતક કક્ષા સુધીનું કારકિર્દીલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. સંસ્થા સંચાલિત શાળાઓમાં, આર.એ. પટેલ ગુજરાત વિદ્યાલય બાલમંદિર-ગાંધીધામ, આર.એ. પટેલ, ગુજરાત વિદ્યાલય બાલમંદિર-આદિપુર, એચ.કે.વી. ગુજરાત વિદ્યાલય પ્રાથમિક શાળા- ગાંધીધામ, એસ.આર. ગણાત્રા પ્રાથમિક શાળા-આદિપુર, એમ.પી. પટેલ ગુજરાત કન્યા વિદ્યાલય-ગાંધીધામ (જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પારિતોષિક વિજેતા), પી. આર. અગ્રવાલ નવનિર્મિત સ.વ.પ. ગુ.વિ. (જિલ્લાની શ્રેષ્ઠ સાયન્સ શિક્ષણ તેમજ સાયન્સ લેબ), આર.પી. પટેલ માધ્યમિક શાળા-આદ્દિપુર, જી.એ. પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આદિપુર, રાજાભાઈ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્‌સમાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારોની દીર્ઘ દૃષ્ટિ, તેઓના યોગદાન, શહેરના વેપારી મહાનુભાવોની ઉદાર ભાવના, અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની તેમજ વાલીઓની શાળા તેમજ સંસ્થા પ્રત્યેની લાગણી, સંસ્થા સંચાલિત શાળાઓના ભૂતપૂર્વ આચાર્યો તેમજ શિક્ષકશ્રીઓ તથા કાર્યરત તમામ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓની મહેનત થકી આ સંસ્થા વટવૃક્ષ સમાન બની છે તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે.


 

Comments

COMMENT / REPLY FROM