Trending News
શિક્ષણ સમાચાર

અભ્યાસ પ્રવૃત્તિ, આનુસંગિક સહ-અભ્યાસ પ્રવૃત્તિ સાથે અથાગ પરિશ્રમ કરી - ભવ્યાતિભવ્ય ભૂતકાળના પાયા પર ઊભેલી સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ આદિપુર

21 April




આદિપુરઃ સેન્ટ ઝેવિયર્સ શાળા આદિપુરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેની  પાછળના કારણોમાં નૂતન શિક્ષણ પ્રણાલી, NEP ની નવી તરાહોને પગલે વ્યક્તિત્વ નિખાર અને વ્યક્તિત્વ ઘડતરએ જ પ્રધાન લક્ષ્ય સાથે શાળા ૪૦ વર્ષોથી કાર્યરત છે. અહીં શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિની જતન અને સંવર્ધન થતું આવ્યું છે, તેને ટકાવી રાખવું સુગમ રહે તે માટે વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબ વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા અહીં અપાય છે. વિષયો, અભ્યાસક્રમ અને સહ - અભ્યાસિક પ્રવૃત્તિઓની જ્યાં એક સૂત્રતા છે ત્યાં આઘુનિક રોબર્ટીકયુગ સાથે કદમ તાલ મિલાવી શકે તે માટે સેન્ટ ઝેવિયર્સ શાળા શિસ્ત અને સંશોધન અને સર્જનાત્મક અભિગમ ધરાવી ટેકનોલોજીના શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓ સ્વયંભૂ જાગૃત રાખવાની થકી પૂરી પાડે છે. જે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળાની સફળતાનું પ્રથમ સોપાન છે. શાળામાં વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસ માટે શિક્ષણ સામર્થ્ય પ્રોત્સાહન, પ્રેરણા પૂરી 
પાડતા શાળાના ફાધર જોબીજી જણાવે છે કે ભૂતકાળ ભવ્યાતિભવ્ય હોય પણ પ્રશંસનીય પ્રશસ્ત અને  પદવીદાનીય બનાવી રાખવો એટલો જ અઘરો છે, પરંતુ આ શાળા સમાજની સેવાના કર્તવ્યપથ પર અથાક  પરિશ્રમ કરતી આવી છે અને કરતી રહેશે. જેમાં આદિપુરના સામાજિક સંનિષ્ઠ નાગરિકોના આશીર્વાદ અને સ્નેહ આભારી છે.શાળાના વાલીઓનું યોગદાન પણ વંદનીય છે એ માટે જુદા જુદા ક્ષેત્રોમાં સેવા કરનાર વાલીઓને શાળા સન્માનીત કરવામાં આવે છે. જેમાં ડોક્ટર ડે,ઈન્જીનિયર ડે, ટીચર ડે, વગેરે વિશિષ્ટ દિવસોમાં વાલીઓના સન્માન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને મોટીવેશન સ્પીકરોનું વખતોવખત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. શાળાના અનુભવી અને નિષ્ણાત, નિષ્ઠાવાન શિક્ષકોની મહત્ત્વની ભૂમિકાઆમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હસ્તાક્ષરથી માંડી ને કાવ્ય, સાહિત્ય સર્જન જેવું વાતાવરણ પૂરું 
પાડી શાળાના “આદર્શ જીવન પાથેય” પૂરું પાડતા મેગેઝિનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની રચનાઓનો લખે છે . આમ કલા હોય વિજ્ઞાન હોય શિક્ષણ હોય સંસ્કાર હોય સ્વચ્છતા આરોગ્ય સંપદા માટે એક ધબકતું સંકુલ એટલે સેન્ટ ઝેવિયર્સ શાળા.


 

Comments

COMMENT / REPLY FROM