વિદ્યાર્થીઓની રચનાત્મકતા, સિદ્ધિઓ તથા પ્રગતિના શિખરો સર કરાવતી આદિપુર શહેરની ક્રાઈસ્ટ સ્કૂલ
આદિપુરઃ શાળા એટલે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસની તકો પૂરી પાડતી સંસ્થા તથા રચનાત્મકતાને પ્રોત્સાહન આપીને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરાવતી સંસ્થા એટલે ક્રાઈસ્ટ સ્કૂલ. આ શાળામાં બાળકોને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ સુવિધા તરીકે વાતાનુકુલિત વર્ગખંડો છે, બધા વર્ગમાં ડિજિટલ બોર્ડ સાથે શિક્ષણ આપવામાં આવે છે. નેશનલ ઼ એજ્યુકેશન પોલીસીને ધ્યાનમાં રાખીને શાળામાં સમાવેશ કરી તથા સર્જનાત્મક, રચનાત્મક શિક્ષણનો સમાવેશ - કરવામાં આવેલ છે. શાળામાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે આ સંસ્થામાં વિવિધ વિષયોના જેમ કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી તથા ભાષાના વિષયોના અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તમામ વિષયોમાં વિવિધ પ્રયોગો કલા તથા ઈનોવેશન પદ્ધતિ દ્વારા ‘ શાળામાં શિક્ષકો દ્વારા કલા સંકલિત શિક્ષણ આપવામાં આવે છે. સત્રના શરૂઆતમાં Kinder ગાર્ડનના ભૂલકાઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તેમના માતા-પિતા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સર્ટિકેટિ આપવામાં આવ્યા હતા તથા Porientation નું આયોજન પણ થયેલું હતું. આ દરમિયાન શાળામાં હિન્દી રાષ્ટ્રભાષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અંતર્ગત એકથી નવ વર્ગના વિદ્યાર્થીઓને હિન્દી રાષ્ટ્રભાષા પરીક્ષા લઈ તેમાં થતાં વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ આપવામાં આવ્યા હતા. તે સિવાય રાષ્ટ્રીય હસ્ત લેખન તથા ચિત્રકળાની સ્પર્ધા યોજના યોજવામાં આવી હતી તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ શાળામાં વિવિધ કૌશલ્ય શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે જેમ કે રોબોટિક, કરાટે તથા રાઈલ શૂટિંગ જેના દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ શક્ય બને છે. જેમાં તે સ્કેટિંગ યોગા મેડીટેશન દ્વારા વિદ્યાર્થીઓનું માનસિક વિકાસ પણ જળવાઈ રહે છે. ૧૫ ઓગસ્ટ ૨૬ જાન્યુઆરી દિવસના અંતર્ગત વિધાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન થાય છે
જેમ કે દેશભક્તિના ગીતો રજૂ કરવા વકૃત્વ સ્પર્ધા પોસ્ટર બનાવવા સૂત્રો લખવા તથા ટેબલો જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે તથા દરેક તહેવાર ઉત્સાહ પર ઉજવાય છે. સત્ર દરમિયાન શાળામાં યુનિટ ટેસ્ટ તથા વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વર્કશીટ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરીને સારા ગુણો પ્રાપ્ત કરી શકે ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા શ્રેષ્ઠતા નો એવોર્ડ આપવામાં આવે છે જેનાથી દરેક વિદ્યાર્થી પ્રોત્સાહિત થઈને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે. ત્યારબાદ દરેક મહિને વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગ શિક્ષકો સાથે રાખવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના માતા-પિતાને તેમના બાળકના અભ્યાસ વિશેની જાણકારી નિયમિતપણે પ્રાપ્ત થતી રહે તથા માતા પિતા થી શાળા અંગેનો પ્રતિસાદ પણ લેવામાં આવે છે. શાળાના સત્ર દરમિયાન નો ભવ્ય ઉત્સવ એટલે વાર્ષિક ઉત્સવ જે શાળામાં ૨૦ ડિસેમ્બરના રોજ ઉજવાયેલ હતો જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ પર ભાગ લીધો હતો તથા વાલીઓ પોતાના બાળકો નિહાળવા તથા પ્રોત્સાહન પૂરું પાડવા ક્રાઈસ્ટના આંગણમાં પધાર્યા હતા. આમ દેશનું ભવિષ્ય ઉત્તમ સગવડો તથા જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે શાળા હંમેશા વધુને વધુ પ્રયત્નશીલ બની રહેશે.
.......

Comments