ગાંધીધામની ઇન્ટરનેશનલ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો શુભારંભ
પ્લેગ્રુપથી ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ લેબ અને રોબોટિક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે એડમિશન ઓપન
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની વિગતો અનુસાર, શાળામાં પ્લેગ્રુપથી લઈને ધોરણ ૧૦ સુધીના તમામ વર્ગો માટે એડમિશન ઓપન કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળા
પરિસરમાં સ્ટેમ લેબ્સ, અધ્યતન કોમ્પ્યુટર લેબ, રોબોટિક્સ અને સુસજ્જ લાઈબ્રેરી જેવી શૈક્ષણિક સવલતો સાથે આર્ટ રૂમ તેમજ ડાન્સ અને મ્યુઝિક જેવી પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને યોગ્ય માર્ગદર્શન માટે કાઉન્સિલિંગ સેશનની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. શાળા દ્વારા અભ્યાસની સાથે રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે ઈન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારના મેદાન અને વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે. પ્લોટ નંબર ૨૩૬, મારુતિનગર, મેઘપર બોરીચી, ગાંધીધામ ખાતે આવેલી આ શાળામાં દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે
ટ્રાન્સપોર્ટની સુવિધા પણ રાખવામાં આવી છે. વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના સંપર્ક નંબર ૯૯૧૩૨ ૮૮૦૦૯, ૯૫૮૬૪ ૦૩૨૮૧ અથવા ૮૨૩૮૭ ૪૪૯૯૯ પર સંપર્ક કરીને પ્રવેશ મેળવી શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે આ શાળા કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.

Comments