Trending News
શિક્ષણ સમાચાર

પી.એન. અમરસી હાઈસ્કૂલ, ગાંધીધામ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

21 April


ગાંધીધામઃછેલ્લા ૪૦ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનાર શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પી.એન. અમરસી હાઈસ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નર્સરીથી ધોરણ ૧૨ (સાયન્સ અને કોમર્સ) સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળા તેના આધુનિક અભિગમ માટે જાણીતી છે.
શાળાની મુખ્ય વિશેષતાઓઃ
• આધુનિક ડિજિટલ ક્લાસરૂમઃ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી ભણાવવા માટે ઈન્ટરેક્ટિવ વ્હાઈટબોર્ડ અને આધુનિક સુવિધાઓ સજ્જ ડિજિટલ રૂમ્સ.
• સંપૂર્ણ સુવિધાયુક્ત કેમ્પસઃ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ, સાથે જ નર્સરીના બાળકો માટે સ્પેશિયલ એસી હોલની સુવિધા.
• શ્રેષ્ઠ શિક્ષણ સ્ટાફઃ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અનુભવી અને પરિણામલક્ષી શિક્ષકો દ્વારા ખાસ માર્ગદર્શન.
• વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબઃ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે અદ્યતન પ્રયોગશાળાઓ તેમજ વાઈ-ફાઈ કનેક્ટિવિટી સાથેની લેબ.
• રમત-ગમત અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓઃ વિશાળ રનિંગ ટ્રેક, સ્પોટ્‌ર્સ પ્રવૃત્તિઓ, કરાટે ક્લાસ અને સંગીતનું શિક્ષણ.
• શુદ્ધ પીવાનું પાણીઃ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે RO  સિસ્ટમ દ્વારા મિનરલ વોટરની સુવિધા.
શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાનો જ નહીં, પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. છેલ્લા ૪૦ વર્ષથી અમે શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખી છે.”
હાલમાં નર્સરીથી ધોરણ ૧૨ સુધીના પ્રવેશ માટે ફોર્મ મળવાનું શરૂ થઈ ગયું છે. વાલીઓને વહેલી તકે શાળાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે



 

Comments

COMMENT / REPLY FROM