તોલાણી વિદ્યા મંદિર રણમાં શિક્ષણનું સરોવર
ગાંધીધામ - કચ્છઉદય : તોલાણી વિદ્યા મંદિરનાં સંસ્થાપક કાકા શ્રી પ્રીભદાસ તોલાનીનો જન્મ સંયુક્ત ભારતના સિંધ પ્રાંતના લાડકાના શહેર માં તા. ૨૫-૦૮-૧૮૯૩ ના રોજ થયેલ. બાળપણ થી તેઓ તેજસ્વી હતા અને તેઓએ અંગ્રેજી ભાષા સાથે મુંબઈની વિલ્સન કૉલેજ થી સ્નાતક થયા. ખાનદાની જમીનદારી હોવાની સાથે સાથેતેઓ ધાર્મિક , વિનમ્ર અને કઠોર પરિશ્રમી હતા.ભારતના ભાગલાના સમયે તેઓ પાકિસ્તાનમાં રહી પોતાની સંપતિની દેખરેખ કરતા હતા, તે સમયે તેમની જમીન હડપવા પાકિસ્તાન સરકારે તેમને ત્રાસ આપવા હેતુથી ૧૦૦ દિવસ કારાવાસમાં પૂરી રાખ્યાં અને ઘોર માનસિક અત્યાચાર ગુજાર્યા.કારાવાસમાં તેઓએ શ્રી કૃષ્ણ સમક્ષ નેમ રાખેલ કે - જ્યારે તે મુક્ત થશે ત્યારે પોતાનું સર્વસ્વ માનવ સેવા નેસમર્પિત કરી દેશે. આગળ જતા તેઓએ ૩ પુસ્તકો લખ્યા; ગીતા, માય ગાઈડ, મારી સ્મૃતિયોજેમાં તેમનું જીવન દર્શન ચરિતાર્થ થાય છે. ૧૯૪૯ માં- ૫૫ વર્ષના વયે જ્યારે તેઓ ફક્ત
પહરેલ કપડે ભારતના મુંબઈ બંદરે ઉતર્યા ત્યારે તેમની પાસે મૂડીના નામે શ્રદ્ધા અને જુસ્સોજ હતો.સ્વ-પરીશ્રમ થી તેઓએ પોતાનું બાંધકામ ઉદ્યોગ અને શીપીંગ કાર્ય શરૂ કર્યું અને અલ્પ સમયમાંજ પાછા ખમતીધર બની ગયા, ત્યારે તેમને કારવાસમાં લીધેલ નેમ યાદ આવ્યું. કવિ હુંદરાજ દુખાયલ અને હરી દર્યાની ‘દિલગીર’એ તેમને કચ્છને કર્મભૂમિ બનાવવાનું આમંત્રણ આપ્યું. ૧૯૬૧મા ગાંધીધામ પોલીટેકનીકની શરૂઆત થઇ,કાકાશ્રીએ ૧૯૬૭માં તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનીક સ્થાપી. શૈક્ષણિક હેતુ માટેજી RC એ મંડળ ને ૪૨ એકર જમીન ફાળવી.આજે અહી ૧૦મા પછી કરી શકાતા ડીપ્લોમાં કોર્સ જેમકે- સિવિલ, મેકેનીકલ, ઈલેક્ટ્રીકલ, કમ્પયુટર, કોસ્ચુમડીઝાઈનના ચલાવવામાં આવે છે, આ સિવાય MHRD ની સહાયતા થી રોજગાર અને કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના ઘણા ગામડાઓમાં કરવાંમાં આવી, જ્યાં ગામ ની સ્ત્રિયો અને બાળાઓને ગુંથણ, વણાટ, ફૂડ પ્રોસેસિંગ, બ્યુટી પાર્લર જેવા સ્વ-રોજગાર ના કોર્સ શીખવાડવામાં આવે છે તો પુરુષો માટે- પ્લમ્બિંગ, ઈલેકત્રીશિયન, JCB અને ક્રેન ઓપરેટર નું કામ શીખડાવામાં આવે છે. આ સંસ્થા GTU અને AICTE સંલગ્ન છે. ૧૯૬૨ માં તોલાની આર્ટસ કૉલેજ ૧૨ વિદ્યાર્થિઑ સાથે શરુ થઇ હતી, કાકાએ તેની નવી ઈમારત ૧૯૬૮ બનાવી, પછી તેમાં સાયન્સનો ઉમેરો કર્યો, કચ્છની એક માત્ર નેક પ્રમાણિત ‘છ’ગ્રેડ કૉલેજ જ્યાં સ્નાતક સ્તરે આટ્ર્સમાં મુખ્ય વિષય : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, અર્થશાસ્ત્ર અને વિશેષ રૂપે દીકરીઓ માટે હોમ સાયંસ ભણાવામાં આવે છે અને ગોણ વિષયેઃ ઈતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્નીતીશાસ્ત્ર, સંસ્કૃત, સિન્ધી અને હિન્દી વિકલ્પમાં છે. અહી અનુસ્નાતક સ્તરે; હિન્દી અને અર્થશાસ્ત્ર ભણાવાય છે. વિજ્ઞાન અંતર્ગત; ગણિત, રસાયણશાસ્ત્ર, ભોતીક્શાસ્ત્ર, સુક્ષ્માંજીવાનું શાસ્ત્ર અને વનસ્પતીશાશ્ત્ર ના ઓપ્શન છે. સાથે સાથે અનુસ્નાતક સ્તરે ગણિત, માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી પણ સરકારશ્રીના નવી શિક્ષણ નીતિ અંતર્ગત NEP ફોરમેટમાં હવે થી સ્નાતક સ્તરે ૩/૪ વર્ષે BA અને BSC ઓનર્સ તથા રીસર્ચ ની ડીગ્રી આપવામાં આવશે. કોમર્સ શિક્ષણ માટે ૧૯૭૩ માં તોલાણી કોમર્સ કોલેજ શરુ કરવામાં આવી, જે કચ્છની મોટામાં મોટી કોમર્સ કોલેજ છે જ્યાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થિયો બી.કોમ, એમ.કોમ ની સાથેઅન્ય પ્રોફેશનલ કોર્સીસ COC કોર્સીસફોરેન ટ્રેડ, અને તેમની સાથે સાથે ઇન્દિરા ગાંધી ઓપન યુનીવર્સીટી IGNOU તથા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી BAOU કાર્યરત છે. હાલે TCC એ NAACનાં ચોથા સાયકલ અંતર્ગત પુનઃ મ્ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.સરકારશ્રીના નવી શિક્ષણ નીતિ અંતર્ગતબી. કોમ (પ્રોફેસનલ)કોર્ષ પણ સ્વનિર્ભરત ના ધોરણે શરૂ કરવા માં આવ્યો છે અને હવે NEP ફોરમેટમાં સ્નાતક સ્તરે ૩/૪ વર્ષે BCOM ઓનર્સ તથા રીસર્ચની ડીગ્રી આપવામાં આવશે. ૧૯૮૪ માં તોલાની ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી સ્થાપવામાં આવેલ જેમાં ધોરણ ૧૨માં સાયન્સ પછી બે વર્ષનો ડીપ્લોમાં કોર્સ થાય છે. ઉપરોક્ત ચારેય સંસ્થાઓ ગ્રાન્ટ ઇન એડ (સરકાર દ્વારા અનુદાનિત) છે. ૧૦-૦૭-૧૯૮૮ માં કાકાશ્રીના નિર્વાણ પછી તેમની મોટી પુત્રી સુ શ્રી જામવંતી ક્નલએ પ્રમુખના રૂપે કાર્યભાર સાંભળ્યો અને તેમણે પણ પિતાની આ સેવા ની ભેખને આગળ વધારી.૧૯૯૫માં કચ્છ ની સહુ પ્રથમ મેનેજમેન્ટની સંસ્થા તોલાની ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ની સ્થાપના કરવામાં આવી જેમાં ઁરૂ PGDBM કરવામાં આવ્યું, જે AICTE અંતર્ગત ઓટોનોમસ સંસ્થા હતી. ૨૦૧૬ માં આ સંસ્થાનું નામકરણ તોલાની મોટવાની મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ કરવામાં આવ્યું અને તેને GTU માં આવરી લેવામાં આવી.

Comments