Trending News
શિક્ષણ સમાચાર

ગાંધીધામ સ્વામિનારાયણ ગુરુકુળમાં જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન

21 April



હવે વાલીઓએ નક્કી કરવાનું છે કે માત્ર જ્ઞાન જરૂરી છે એમના બાળકો માટે કે પછી જ્ઞાન સાથે ઉચ્ચ સંસ્કાર.


કેમ્પસમાં GSEB દ્વારા માન્યતા પ્રાપ્ત ઉચ્ચ કક્ષાની ગુજરાતી માધ્યમ શાળા કાર્યરત છે, જેમાં ધોરણ ૧ થી ૧૨ સુધી શિક્ષણ આપવામાં આવે છે અને ધોરણ ૧૧-૧૨ માટે આટ્‌ર્સ અને કોમર્સ પ્રવાહ ઉપલબ્ધ છે



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં છેલ્લા ૨૬ વર્ષથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બાળકોમાં જ્ઞાનની સાથે સંસ્કારનું ઉત્તમ ઘડતર કરી રહ્યું છે. આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકો ઇન્ટરનેટ દ્વારા જ્ઞાન તો મેળવે છે, 
પરંતુ વૈદિક વિચારો અને શ્રેષ્ઠ નાગરિકતાનું નિર્માણ માત્ર ગુરુકુળમાં જ શક્ય બને છે. આ સંસ્થામાં હાલ ૩૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને સંતોના આશીર્વાદ અને બૌદ્ધિક શિક્ષકો દ્વારા જીવન જીવવાની શ્રેષ્ઠ કલા શીખવવામાં આવે છે.ગુરુકુળ કેમ્પસમાં નાના બાળકો માટે ભવ્ય બાળમંદિર અને રમત-ગમતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં સીબીએસઈ માન્યતા ધરાવતી ધોરણ ૧ થી ૧૦ ની શાળા તેમજ જીએસઈબી માન્યતા પ્રાપ્ત ધોરણ ૧૧ અને ૧૨  , વિજ્ઞાન, કોમર્સના વર્ગો આધુનિક લેબોરેટરીની સુવિધાઓ સાથે કાર્યરત છે. વિશાળ રમત-ગમતનું મેદાન અને ધોરણ 
૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીધામ દ્વારા ધોરણ ૧૧માં પ્રવેશ મેળવવા ઈચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ’મહંત ધર્મજીવન સ્કોલરશિપ’ જાહેર કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ માત્ર ગુરુકુલના જ નહીં, 
પરંતુ અન્ય શાળાઓમાં અભ્યાસ કરી એસએસસી બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦માં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ આ સ્કોલરશિપ મેળવવા માટે પાત્ર ઠરશે. આ પ્રોત્સાહક યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ એમ બંને વર્ષના અભ્યાસ માટે સહાય પૂરી પાડવામાં આવશે. આ સ્કોલરશિપની રકમ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી પર લાગુ કરવામાં આવશે, જેથી હોંશિયાર વિદ્યાર્થીઓ આર્થિક રાહત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે. ભુજ મંદિર દ્વારા સંચાલિત આ સંસ્થા પુરાણી સ્વામી મુક્તવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ પ્રજાજનોમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેમાં ટ્રસ્ટી મંડળ અને અન્ય સંતો સફળતાપૂર્વક સહયોગ આપી રહ્યા છે. વાલીઓ માટે આ સંસ્થા જ્ઞાન અને ઉચ્ચ સંસ્કારના સંગમ સમાન બની રહી છે.શાસ્ત્રી સ્વામી ધર્મિકશોરદાસજી, શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી, સ્વામી ન્યાલકરણ દાસજી સાથે ટ્રસ્ટી કિરણભાઈ આહીર, નારણભાઈ સાંખલા, હિમ્મતભાઈ રાદડિયા, હરીશભાઈ મેપાણી, ભરતભાઈ ઠક્કર, દિનેશભાઈ રાબડીયા શાળાનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.



 

Comments

COMMENT / REPLY FROM