જી.એન.એસ.ઇ. સ્કૂલ - કચ્છનું અગ્રણી શિક્ષણ સંસ્થા
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ૧૧ અને ૧૨ ધોરણના શિક્ષણમાં અગ્રેસર સ્થાન ધરાવતી જી.એન.એસ.ઇ. સ્કૂલ છેલ્લા ૧૮ વર્ષથી વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહમાં ઉત્તમ શિક્ષણ પ્રદાન કરી રહી છે. આ વિસ્તારની એવી એકમાત્ર સંસ્થા છે જ્યાં ધોરણ ૧૧ અને ૧૨ માટે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે.સ્કૂલમાં NCERT અભ્યાસક્રમ સાથે સાથે JEE અને NEETજેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના પરિણામે સંસ્થાએ અનેક સફળતા કથાઓ રચી છે. વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બની ચૂક્યા છે, તેમજ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains સફળતાપૂર્વક પાસ કરી છે. જી.એન.એસ.ઇ. સ્કૂલ અનુભવી અને પ્રતિબદ્ધ શિક્ષકોની ટીમ સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માર્ગદર્શન આપે છે. સંસ્થાના ડિરેક્ટર શ્રી કમલ કરમચંદાણી શિક્ષણક્ષેત્રના અગ્રણી વ્યક્તિત્વ છે, જેમણે છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના જીવનમાં સફળતા મેળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.આ સંસ્થા માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ આદિપુર, ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં સમાજના વિકાસમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે. સંસ્થાના સતત પરિણામો અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ તેના ગુણવત્તાસભર શિક્ષણનો સ્પષ્ટ પુરાવો આપે છે.આવતા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહમાં ઉત્તમ માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓએ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે. જી.એન.એસ.ઇ. સ્કૂલ - વિશ્વાસ, ગુણવત્તા અને સફળતાનું પ્રતિક.

Comments