Trending News
શિક્ષણ સમાચાર

ગાંધીધામની કેમ્બ્રિજ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

21 April





વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે સંસ્કાર સિંચન પર ભાર મૂકતી સંસ્થા


ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ સ્થિત કેમ્બ્રિજ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે નર્સરીથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે યોગ્ય શૈક્ષણિક માર્ગ 
પસંદ કરવા આહવાન કરવામાં આવ્યું છે. આ સંસ્થા માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતા જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે પણ પ્રતિબદ્ધ છે, જેથી દરેક બાળક આત્મવિશ્વાસ અને સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી શકે. શાળામાં આધુનિક સુવિધાઓથી સજ્જ કમ્પ્યુટર લેબ, વિશાળ અને વ્યવસ્થિત વર્ગખંડો તેમજ અનુભવી અને સમર્પિત શિક્ષકોની ટીમ કાર્યરત છે, જે દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.શાળાનો મુખ્ય અભિગમ પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત જ્ઞાન આપવાને બદલે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા અને જીવન કૌશલ્યો વિકસાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે. ચાલુ વર્ષ દરમિયાન શાળામાં અનેકવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવાળીની ઉજવણી, સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિના કાર્યક્રમો, નિબંધ લેખન સ્પર્ધા અને વિવિધ 
મેકિંગ એક્ટિવિટીઝનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને આત્મવિશ્વાસના ગુણો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ શ્રીમતી કવિતા અભિચંદાનીએ જણાવ્યું હતું કે શિક્ષણનો ખરો હેતુ માત્ર ગુણ મેળવવાનો નથી, 
પરંતુ વિદ્યાર્થીઓને એક આત્મવિશ્વાસી, જવાબદાર અને શ્રેષ્ઠ માનવી તરીકે તૈયાર કરવાનો છે. શાળામાં પ્રવેશ માટે બેઠકો મર્યાદિત હોવાથી વાલીઓને વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વાલીઓ શિવાજી પાર્ક સામે, પ્રથમ માળ, ગાંધીધામ ખાતે અથવા મોબાઈલ નંબર ૭૯૯૦૦ ૪૮૩૪૦ પર સંપર્ક કરી શકે છે.




 

Comments

COMMENT / REPLY FROM