Trending News
શિક્ષણ સમાચાર

“આધુનિક શિક્ષણ સાથે સંસ્કારનું સંકલન - DAV  પબ્લિક સ્કૂલ, આદિપુર અને અંજાર”

21 April




ગાંધીધામ - કચ્છઉદય : DAV પબ્લિક સ્કૂલ, આદિપુર (સ્થાપના ૨૦૦૯) અને DAV પબ્લિક સ્કૂલ, અંજાર (સ્થાપના ૨૦૨૪) -આર્ય સમાજ ગાંધીધામ દ્વારા સંચાલિત આજે સમગ્ર કચ્છ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત, મૂલ્યઆધારિત અને વિશ્વસનીય શિક્ષણ માટે મજબૂત ઓળખ બનાવી ચૂકી છે. આ શાળાઓમાં શિક્ષણને માત્ર અભ્યાસક્રમ પૂરતું ન રાખી, જીવન માટે જરૂરી સંસ્કાર અને મૂલ્યો સાથે જોડવામાં આવે છે. અહીં બાળકને માત્ર સારા ગુણ મેળવવા માટે નહીં, પરંતુ સારો માનવી બનવા માટે તૈયાર કરવામાં આવે છે. વિચારશક્તિ, નૈતિકતા, આત્મવિશ્વાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી- આ તમામ ગુણો બાળકના વ્યક્તિત્વમાં વિકસે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. શાળાનું વાતાવરણ સુરક્ષિત, શિસ્તબદ્ધ અને બાળકમૈત્રીપૂર્ણ હોવાથી વિદ્યાર્થીઓ આનંદપૂર્વક શીખે છે. DAV પબ્લિક સ્કૂલ, આદિપુર ઘણા વર્ષોથી શૈક્ષણિક ઉત્તમતા, સ્થિર પરિણામો અને અનુભવી શિક્ષકવર્ગ માટે જાણીતી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સમયપાલન, નેતૃત્વ અને નિર્ણયક્ષમતા જેવા ગુણો સહજ રીતે વિકસે છે. શાળાની મજબૂત શૈક્ષણિક પરંપરા અને નિયમિત માર્ગદર્શન વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક ક્ષેત્રો માટે તૈયાર કરે છે. બીજી તરફ, ડ્ઢછફ પબ્લિક સ્કૂલ, અંજાર શહેરની પ્રથમ CBSE સંલગ્ન શાળા - ટૂંકા સમયમાં જ માતા- પિતાનો અતૂટ વિશ્વાસ મેળવી ચૂકી છે. આધુનિક સુવિધાઓ, ખુલ્લું શૈક્ષણિક વાતાવરણ અને નવીન શિક્ષણ પદ્ધતિઓને કારણે આ શાળા આંજાર અને આસપાસના વિસ્તારો માટે આશાનું કેન્દ્ર બની રહી છે. અહીં દરેક બાળકને સમાન તક અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રગતિશીલ વિચારસરણી વિકસે છે. બન્ને શાળાઓની વિશેષ ઓળખ છે દરરોજ થતો હવન. આ આધ્યાત્મિક પરંપરા બાળકોમાં શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. હવન દ્વારા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને મૂલ્યો પ્રત્યે બાળકના મનમાં આદર અને ગૌરવની ભાવના વિકસે છે, જે તેના સમગ્ર જીવનમાં માર્ગદર્શક બની રહે છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરીઝ, પુસ્તકાલય, રમતગમતના મેદાનો, યોગ, સંગીત, નૃત્ય, કલા અને વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર આપવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકની છુપાયેલી પ્રતિભા બહાર આવે છે અને તેનો સર્વાંગી વિકાસ થાય છે.શિક્ષકો દરેક બાળકને વ્યક્તિગત ધ્યાન આપે છે, તેની ક્ષમતાઓ અને રસને ઓળખી યોગ્ય માર્ગદર્શન આપે છે. અહીં શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી, પરંતુ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત તરીકે કાર્ય કરે છે. માતા-પિતા અને શાળા વચ્ચે સતત સંવાદ અને સહકાર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. નિયમિત બેઠક, પ્રગતિ અહેવાલ અને ખુલ્લા સંવાદ દ્વારા બાળકના વિકાસ માટે સંયુક્ત પ્રયાસ કરવામાં આવે છે. આ વિશ્વાસ અને સહકારનું વાતાવરણ શાળાને એક પરિવાર જેવું બનાવે છે, જ્યાં દરેક બાળકને સમજ અને સમર્થન મળે છે. આ 
ઉપરાંત, બન્ને શાળાઓમાં શિસ્ત, સમયપાલન અને જવાબદારી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સામાજિક સંવેદનશીલતા અને સકારાત્મક વર્તન વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પ્રાર્થના સભાઓ, પ્રેરણાત્મક પ્રવચનો અને રોજિંદા શૈક્ષણિક જીવન દ્વારા બાળકોમાં સારા વિચારો અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે. ટેક્નોલોજી આધારિત શિક્ષણ, રમતગમત, યોગ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી રીતે મજબૂત બનાવવામાં આવે છે. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, ટીમ વર્ક, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન જેવા ગુણો વિકસે તે માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. શાળાનું વાતાવરણ પ્રેમાળ, પ્રેરણાદાયક અને વિકાસલક્ષી હોવાથી દરેક બાળક નિર્ભય રીતે આગળ વધી શકે છે. અહીં સંસ્કાર અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળે છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે.જો તમે તમારા બાળકને એવી શાળામાં દાખલ કરાવવા માંગતા હો જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત સાથે સંવેદનશીલતા, આધુનિકતા સાથે સંસ્કૃતિ અને સફળતા સાથે માનવતા વિકસે-તો DAV પબ્લિક સ્કૂલ,
આદિપુર અને આંજાર તમારા બાળકના ભવિષ્ય માટે નિઃસંદેહ શ્રેષ્ઠ અને વિશ્વસનીય પસંદગી છે.

Comments

COMMENT / REPLY FROM