Trending News
શિક્ષણ સમાચાર

આદિપુરમાં ગુણવત્તાસભર શિક્ષણનો પર્યાય એટલે ગુરૂનાનપબ્લિક સ્કૂલ

21 April



સંકુલની વિખ્યાત શાળાએ ર૮ વર્ષની શૈક્ષણિક સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી ર૯મા વર્ષમાં કર્યો પ્રવેશ


ગાંધીધામ : સંકુલમાં આવેલી જાણીતી શિક્ષણ સંસ્થા ગુરૂનાનક પબ્લિક સ્કૂલે ર૮ વર્ષની શૈક્ષણિક સફર પૂર્ણ કરી ર૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શાળાના સંચાલન માટે ગુરૂનાનક સિંઘ સભા ટ્રસ્ટ દ્વારા આર્થિક યોગદાન પૂરૂં પાડવામાં આવે છે. શાળાનો ઉદ્દેશ છાત્રોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠત્તમ શિક્ષણ આપવાની સાથે રમતગમત અને ખેલકૂદના ક્ષેત્રમાં પણ છાત્રોનો વિકાસ કરવાનો રહ્યો છે. શાળાના દરેક છાત્રને બિનસરકારી શાળાઓની સરખામણીએ તદ્દન નજીવી ફી સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં બાળકોને જ્ઞાન આપવા નિષ્ણાત અને અનુભવી શિક્ષકો સેવા આપી રહ્યા છે. સમાજના નબળા અને ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ માટે પૈસાનો અભા બાધક ન બને તે માટે નાણાંકીય સહાય પણ આપવામાં આવે છે. દરેક જાતિ, ધર્મ અને સમાજના છાત્રોને શાળામાં પ્રવેશ આપવાની પરંપરા રહી છે. આ શાળામાં નર્સરી, એલકેજી, યુકેજી, ધો.૧ થી ૧૦ અને ધો.૧૧ તથા ૧ર (વાણિજ્ય પ્રવાહ - વિજ્ઞાન પ્રવાહ) અંગ્રેેજી માધ્યમ અને છાત્રોને ગુણવત્તાસભર શિક્ષણ અપાઈ રહ્યું છે. આદિપુર ખાતે આવેલી ગુરૂનાનક પબ્લિક સ્કૂલમાં આગામી શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેવું શાળા સંચાલકોની યાદીમાં જણાવાયું છે.

......

Comments

COMMENT / REPLY FROM